Gujarati News

Gujarati News

News of Sunday, 27th December 2020

ચોટીલામાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચનાર શખ્સ પોલીસના સકંજામાં

ચોટીલા : ચોટીલામાં રહેતી સગીરાનું ચોટીલાના અકાળા ગામનો વિજય કાળુ અને મહેશ નામના બન્ને શખ્સો બાઇકમાં અપહરણ કરી ગયા હતા અને કોઇની વાડીની ઓરડીમાં લઇ ગયા બાદ વિજય કાળુ નામના શખ્સે સગીરાને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતું. આ અંગે ફરીદ નોધાવવામાં આવતા પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોધ્યો હતો. દરમિયાન પોલીસે વાંકાનેરના મેસરીયા ગામ વાડી વિસ્તારમાંથી સગીરા સાથે એક શખ્સને ઝડપી લઇ અન્ય એક શખ્સની શોધખોળ શરૂ કરી હતી. 

(11:31 am IST)