Gujarati News

Gujarati News

News of Sunday, 27th December 2020

લીંબડીમાં ડમ્પર અને બાઇક અકસ્માતમાં દંપતી ખંડિત : પતિનું કમકમાટી ભર્યુ મોત

લીંબડી : લીંબડીની બસેરા સોસાયટીમાં રહેતા કિશોર રામજીભાઇ વેગડ અને તેની પત્ની બાઇક લઇને અમદાવાદ જવા નીકળ્યા હતા. દરમિયાન જીનપરા પાસે બસ સ્ટેન્ડ રોડ પર ડમ્પરે બાઇકને અડફેટે લેતા દંપતી ફંગોળાયું હતું અને કિશોર વેગડનું મોત નિપજયું હતું. આ અંગે પોલીસે નાસી છુટેલા ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોધી શોધખોળ શરૂ કરી હતી.

(11:30 am IST)