Gujarati News

Gujarati News

News of Sunday, 27th December 2020

અમરેલીનાં લાઠી રોડ-એરપોર્ટ પાછળ દિપડાએ દેખા દીધી

ઠેબી નદી કાંઠાના વિસ્તારમાં કુતરાનું મારણ : લોકોમાં ભયનો માહોલ

તસ્વીરમાં દિપડાનો ફાઇલ ફોટો તથા તેના પગલા નજરે પડે છે. (તસ્વીર-અરવિંદ નિર્મળ -અમરેલી)

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૬: અમરેલીમાં છેલ્લા ઘણા દિવસથી સિંહ દિપડાઓનો ભય લોકોમાં ફેલાયો છે. સૌપ્રથમ ગાંધીબાગથી દિવાલ ઠેકી નીકળ્યા બાદ બીજા દિવસે શહેરના ચીતલ રોડ પાછળના વિસ્તારોમાં એ પછી જેસીંગપરા વરૂડી સહિત ગામોમાં દેખા દીધા બાદ ગઇ કાલે શહેરમાં લાઠી રોડ પરથી નીકળી દિપડાએ બક્ષી પર ભુતીયા બાજુ આટા ફેરા માર્યા હોવાનું ચર્ચામાં છે.

એરપોર્ટ પાછળના વિસ્તારોમાં દિપડો હોવાનું ફેલાતા ગઇ કાલે રાતના લોકોને ઉજાગરા કર્યા હતા. મોટા ભાગે દિપડાનો રૂટ એક જ હોવાનો પણ ચર્ચા છે લીલીયાના ખારાપાટમાં આવેલા ક્રાઇમ સહિતના વિસ્તારોમાંથ વરસડા સુધી આવી અમરેલીમાં ઘુસ્યા બાદ ઠેબી નદી કાઠાના વિસ્તારમાં આંટાફેરા કરી કુતરાનું મારણ કરી જતો હોવાનું પણ બહાર આવ્યું છે.

બીજી તરફ વન વિભાગ પણ અવઢવમાં મુકાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વનવિભાગનું વિસ્તરણ રેન્જ સ્ટાફ લીલીયાના ખારાપટ પંથકમાં હોવા છતા પણ લોકોએ ભયના ઓથાર નીચે રહેવું પડે છે. વનવિભાગે તત્કાલ આ પ્રશ્ને ઉકેલ લાવવો જોઇએ તેવી લોક માંગણી ઉઠી છે.

(12:43 pm IST)