Gujarati News

Gujarati News

News of Friday, 27th December 2019

કાલે યુનિવર્સિટીમાં ઢોલરીયા પ્રકરણ અને દેરડીના માસ કોપી કેસની સુનાવણી

રાજકોટ, તા. ૨૭ :. બહુ ગાજેલા ગોંડલની કોલેજમાં ડમીકાંડ મામલે સિન્ડીકેટ બાદ પરીક્ષા શિસ્ત સમિતિ બેઠકમાં મહત્વનો નિર્ણય થનાર હોવાનું જાણવા મળે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગોંડલની એમ.બી. આર્ટસ કોલેજમાં ભાજપ અગ્રણી ઢોલરીયાને બદલે અન્ય કોઈ પરીક્ષા આપતુ હોય તેની ફરીયાદ સીન્ડીકેટ અને કુલપતિએ કડક પગલા ભરી કેન્દ્ર રદ્દ કર્યુ છે. વિશેષ પગલાનો નિર્ણય આવતીકાલે ઈડીએસીમાં થશે.

ગોંડલ બાદ જામનગરમાં પ્રિન્સીપાલ ઉપર હુમલો કરનાર પરીક્ષાર્થી સામે પણ પગલા તેમજ ગોંડલના દેરડી કુંભાજી ખાતેની કોલેજમાં ૨૪ માસ કોપી કેસની સુનાવણી થશે.

(4:17 pm IST)