Gujarati News

Gujarati News

News of Friday, 27th December 2019

સાવરકુંડલામાં મંગેતર સાથે રકજક થતા યુવકે ઝેર પીને મોત મીઠુ કર્યુ

અમરેલી તા.૨૭: સાવરકુંડલા ઝીંઝુડા ગામના રોડ ઉપર ધીરૂભાઇ મનજીભાઇ કાબરીયાની વાડીએ મંગેતર સાથે રકજક થતાં. મુકેશભાઇ જેન્તિભાઇ પરમાર ઉ.વ.૨૨એ ઝેરી દવા પી જતાં દવાખાને ખસેડાતા સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું.

રાત્રીના સમયે જાહેર કરવાની બહેન અરૂણાબેન મારા મામા વિનુભાઇના ઘરે ગયેલ હોય અને વિનુભાઇ મારા સગા મામા હોય અને મરણજનાર મુકેશભાઇ ના સગા કાકા થતા હોય અને જાહેર કરનારની બહેન અરૂણાબહેન અને મરણ જનાર મુકેશભાઇ બંન્નેના લગ્ન કરવાના હોય અને મરણજનાર મુકેશભાઇ અને મારી બહેન અરૂણાને વિનુભાઇ મરણ જનારના સગા કાકાના ઘરે જવાની ના પાડતા જે બંન્નેની રકજક થતા લાગી આવતા મરણ જનાર મુકેશભાઇએ પોતાની મેળે કપાસમાં છાટવાની ઝેરી દવા પી જતાં સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. આ બનાવ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં સુરેશભાઇ નરશીભાઇ પટેલીયાએ જાહેર કરેલ છે.

રાજુલાના રીંગણીયાળામાં પ્રૌઢાએ ઘેનના ટીકડા પી જતાં સારવારમાં

રાજુલા તાલુકાના રીંગણયાળા ગામે રહેતી રેખાબેન જેન્તિભાઇ મયાત્રા ઉ.વ.૪૦ના પતિના મોબાઇલમાં ડુંગર ગામની પુનીબેન જીવાભાઇ સાગઠીયાના અવાર-નવાર ફોન આવતા. પતિ પત્નિ વચ્ચે ઝગડો થતા જેનુ ટેન્સન રહેતા. પોતે પોતાની મેળે ઘેનના ટીકડા પી જતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી.

અમરેલી એસ.ટી.ડેપો પાસે દારૂ સાથે ઝડપાયો 

એસ.ટી.ડેપો પાસે પો.કોન્સ. ધર્મરાજસિંહ વાળાએ હનુમાનપરા પાઠક સ્કુલ પાસે રહેતા સ્મીત ઉર્ફે બન્ટી પ્રવિણ પટેલને પાંચ બોટલ ઇંગ્લિશ દારૂ રૂ.૨ હજાર મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

(1:02 pm IST)