Gujarati News

Gujarati News

News of Friday, 27th December 2019

જામનગરના લાલવાડીના નાગરિકો સાથે રાજયમંત્રી જાડેજાની વિચાર ગોષ્ઠી યોજાઇ

જામનગર, તા. ર૭ : લાલવાડી વિસ્તારમાં આવેલા માં અન્નપુર્ણા માતાજીના દર્શન કરીને રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ મંદિર પાસે વોર્ડ નં.૧૧માં સતત સાતમાં વર્ષે લોકસંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજેલ. આ સ્નેહમિલન અને લોકસંવાદમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રી જાડેજાએ નવા વર્ષની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્લાસ્ટીક મુકત ભારત અભિયાનમાં વોર્ડ નં.૧૧ પણ જોડાય તેવી અપીલ કરી. વોર્ડ નં.૧૧ લાલવાડી વિસ્તાર પ્લાસ્ટીક મુકત બને તે માટે પેપરની બેગનું વિતરણ કર્યું હતું. લાલવાડી વિસ્તારના રહીશો સાથે લોકસંવાદ કરતા રાજયમંત્રીએ આ વિસ્તારમાં વિકાસના કામો માટે ફાળવેલી ગ્રાન્ટોનો અહેવાલ આપ્યો હતો. ત્યારે લાલવાડી વિસ્તારના રહેવાસીઓ દ્વારા બાકી કામો માટે રજુઆત કરતા આ વર્ષની ગ્રાન્ટમાં બાકી રહેલા કામોને વેગ આપવા માટે ગ્રાન્ટ ફાળવશે તેમજ લાલવાડી વિસ્તાર પણ વધુ વિકસીત અને રહેવાસીઓ વધુ પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે મહાનગરપાલિકાની ભાજપના પદાધિકારીઓની ટીમ તેમજ શહેર ભાજપ સંગઠન અને હું તેમજ આ વિસ્તારના કોર્પોરેટરો સૌ સાથે મળી કાર્યને આગળ ધપાવશું તેમ જણાવેલ.

વોર્ડ નં.૧૧ના સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેલા રહેવાસીઓ સાથે સીધી ગોષ્ઠી રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ વાળી રાજય સરકાર દ્વારા અનેક લોકોના વિકાસના જનહિતાર્થ નિર્ણયો લીધા છે.

વોર્ડ નં.૧૧ના જાગૃત કોર્પોરેટર જસરાજભાઇ પરમારે આ વિસ્તારમાં થયેલા વિકાસના કામો અંગેની ઝલક આપી હતી.

આ કાર્યક્રમમાં હિનલભાઇ પટેલ , વોર્ડ નં.૧૧ના વોર્ડ પ્રમુખ વેલજીભાઇ નકુમ, અને મહામંત્રી પ્રવિણભાઇ પરમાર, હરપાલસિંહ જાડેજા અને હિતુભા પરમાર, વોર્ડ નં.૧રના પ્રમુખ રઉફભાઇ સહિતના વિસ્તારના આગેવાનો વિજયસિંહ જાડેજા, કેસુભાઇ ભાંભર, નાનજીભાઇ પણસારા, મનસુખભાઇ સરેડીયા, જેરામભાઇ પટેલ, કિશોરભાઇ પટેલ, અમિતભાઇ તાલપરા, દામજીભાઇ વેકરીયા, હાલુભા પરમાર, અનિલભાઇ તાલપરા, વાલાભાઇ ખેર, હરેશભાઇ સેરડીયા, નિશાબેન કણજારીયા, દામજીભાઇ વેકરીયા, નીતાબેન વાળીયા, હરૂભા જાડેજા, નારણભાઇ રામાવત, વિપુલભાઇ ધવળ, અનિરૂદ્ધસિંહ ઝાલા અનેક મહાનુભાવો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમનું સમગ્ર સંચાલન પ્રવિણભાઇ કે. જાડેજાએ સફળ બનાવવા સુનિલભાઇ આશર, અક્ષય દવે, વિનય જાની, દિનેશ રાઠોડ જહેમત ઉઠાવી હતી.(

(12:55 pm IST)