Gujarati News

Gujarati News

News of Friday, 27th December 2019

કુવાડવા જીઆઇડીસીના કારખાનામાં ભીષણ આગઃ ૩ કરોડનું નુકશાન

સોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનુ તારણઃ સીંગદાણા ભરેલા ૩૬૦૦ નાના બાચકા , મગફળીની ૧૦ હજાર બોરી, છુટક બારદાન , પતરાનો શેડ તથા ઈલેકટ્રીક વાયરીંગ બળી ગયા

રાજકોટ તા. ૨૭: કુવાડવા જીઆઇડીસીમાં આવેલા શ્રીનાથજી  ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. જાણથતા ફાયરબ્રિગેડ સ્ટાફે તાકીદે સ્થળપર પહોંચી આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ રોડ જીઆઇડીસીમાં આવેલ પ્લોટ નં. ૨૫૭માં આવેલ શ્રીનાથજી ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. ખબર પડતા ફેકટરીના માલીક દીલીપભાઇ જયંતીભાઇ બોરચા દોડી આવ્યા હતા. તેણે તાકીદે જાણ કરતા રાજકોટ ફાયર બ્રિગેડ સ્ટાફ  ફાયર ફાઇટર સાથે  સ્થળ પર પહોંચી સતત પાણીનો મારો  ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગ કારખાનાના શેડમાં લાગી હતી. તેમા સીંગદાણાના આશરે ૩૬૦૦ નાની બોરીઓ , મગફળીની ૧૦ હજાર બોરી, છુટક બારદાન તેમજ મશીનરી , પતરાનો શેડ અને ઈલેકટ્રીક વાયરીંગ સળગી ગયા હતા. અને ફાયરબ્રિગેડ સ્ટાફે કારખાનામાં આગ વધુ ,્રસરે  તે પહેલા સતત પાણીનો મારો ચલાવી બંબાના ત્રણ ફેરા કરી આગને   કાબુમાં લીધી હતી.  આ બનાવમાં માલીક દિલીપભાઇ બોરીયા પણ હાજર હતા. આગ  શોટ સર્કિટના કારણે અને તેના અંદાજે  ૩ કરોડ જેટલુ નુકશાન  થયુ હોવાનુ જણાવાય રહ્યુ છે.

(3:34 pm IST)