Gujarati News

Gujarati News

News of Friday, 27th December 2019

જામજોધપુરના ઘુનડામાં પૂ.હરીરામબાપાનો પ્રાગટયોત્સવ ઉજવાશે

સતપુરણધામ આશ્રમે પૂ.જેન્તિરામબાપાના સાનિધ્યમાં ભજન,સત્સંગ,સંતવાણી, લોકડાયરાની રમઝટ જામશે

જૂનાગઢ તા.૨૭ : જામજોધપુરથી ૨૧ કીમીના અંતરે આવેદ ઘુનડાના સતપુરણધામ આશ્રમે આગામી તા.૩૦ ડીસે અને સોમવાર અને તા.૩૧ ડીસે.મંગળવાર બે દિવસ સુધી પુ.હરિરામબાપાના પ્રાગટયોત્સવની ધામધૂમથી ઉજવણી થનાર છે.

જેમાં સોમવારે સવાર થી જ પુ.જેન્તીરામબાપા ભજન સત્સંગનો લાભ આપશે તેમજ તા. ૩૧ મંગળવારપોષ સુદ પાંચમના રોજ પુ.બાપાના ગુરૂદેવ પૂ.હરિરામબાપાના પ્રાગટયોત્સવની ઉજવણી કરાશે અને સત્સંગ સભા શરૂ થાય તે પુર્વે પુ.જેન્તીરામબાપા અને પુ.મુકતામાં શાસ્ત્રોકત વિધી સાથે પુ.હરિરામબાપાની ચરણપાદુકાનુ પુજન કરી ભાવવંદના કરશે અને બાદમાં પુ.જેન્તીરામબાપા પુ.હરિરામબાપા સાથે વિતાવેલ અમુલ્ય પળોનુ ભજન સત્સંગ મહિમાનું વર્ણન કરશે.

આ પ્રસંગે માનવસેવાની સરિતારૂપે સવારે ૯ કલાકે રકતદાન કેમ્પ દંતયજ્ઞ એકયુપ્રેશર કેમ્પ વિનામુલ્યે રાખેલ છે તેમજ રાત્રે ૯ કલાકે સંતવાણીઓ લોકડાયરાનું શ્રી મેરાણભાઇ ગઢવી, પરસોતમપરીબાપુ, શ્રી દેવરાજભાઇ ગઢવી સહિતના કલાકારો પોતાની કલારસ પિરસશે. આ ધર્મોત્સવમાં દેશવિદેશથી સતપરિવારના સત્સંગી પરિવારો ધર્મલાભ લેવા આવનાર હોય જેને ધ્યાનમાં લઇ ૧૦ વિઘા જમીનમાં પથરાયેલ આ સતપુરણ ધામ આશ્રમ ખાતે ૧૦૦૦*૧૦૦૦ સ્કે. ફુટનો સત્સંગ સભા માટેનો ઠંડી પણ ન લાગે અને હજારો ભાવિકો બેસી શકે તેવો તાલપત્રી જડીત ડોમ ઉભો કરાયો છે. તેમજ રસોડા વિભાગ માટે પણ અલાયદી વ્યવસ્થા ઉભી કરી ત્યા પણ ૧૦૦૦* ૧૦૦૦ સ્કે. નુ શમિયાણુ ઉભુ કરેલ છે. જેમાં ૨૪ કલાક ચા પાણી અને ભોજન પ્રસાદ માટે ભાવિકોને અગવડતા ન પડે તે માટે ૧૦ કાઉન્ટરો ઉપર ૧૦૦ થી વધુ સ્વયંસેવકો ખડેપગે વ્યવસ્થા જાળવશે અને પુ.જેન્તીરામબાપાની તબિયત નાતંદુરસ્ત હોવાછતા છેલ્લા બે માસથી આ કાર્યક્રમને લઇને જીણામાં જીણી બાબતોની કાળજી લઇ રહ્યા છે અને તેમની સતત દેખરેખ હેઠળ તડામાર તૈયારીઓ થઇ રહી છે. આ બે દિવસના કાર્યક્રમમાં સત્સંગપ્રેમી જાહેર જનતાને લાભ લેવા પૂ.જેન્તીરામબાપાએ ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યુ છે.

(11:46 am IST)