Gujarati News

Gujarati News

News of Friday, 27th December 2019

જામજોધપુર સહ. મંડળી દ્વારા ઓછા ભાવે ડીઝલ વેચાણની ફરિયાદમાં

જામનગરમાં મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કંપનીના અધિકારી-ડોકાયા જ નહિ

જામજોધપુર તા. ર૭ :.. જામજોધપુર તાલુકા એસો. પેટ્રોલ ડીલર્સ એસો. દ્વારા અહીંના સહકારી મંડળી દ્વારા નિયત ભાવ કરતા રૂ. ર ઓછા ભવે ડીઝલનું વેચાણ કરવા અંગેની ફરીયાદ પ્રશ્ન ન મુખ્યમંત્રીના ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં મુકેલ ત્યારે એસ્સાર કંપનીના અધિકારીઓ જવાબ દેવા સ્પષ્ટતા કરવા ફરકયા જ નહિ જેથી અધિકારીઓ-વેપારીઓમાં આશ્ચર્ય ફેલાયું છે.  આ વિસ્તારના જામજોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા જામજોધપુર ખાતે પંપ ઉભો કરાયો છે અને તે પેટ્રોલ પંપ પરથી મંડળીન સભાસદોને નિયત ભાવ કરવા રૂ. ર નીચા ભાવે ડીઝલ વેચવામાં આવે છે. તેને બદલે તમામ ગ્રાહકોને ડીઝલ વેચાણ કરવા પેટ્રોલ પંપ ડીલર એસો. દ્વારા  અનેકવાર રજૂઆત કરેલ છે. ત્યારબાદ છેલ્લે ગાંધીનગર ખાતે પણ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગમાં ફરીયાદ કરત સરકારી તંત્ર દ્વારા પેટ્રોલ પંપની તપાસ કરવાનો આદેશ આપેલ.

આ અંગેની ફરીયાદ એસ્સાર કંપનીને પણ કરવામાં આવેલ. પરંતુ કંપની દ્વારા પણ સહકારી મંડળી સામે કોઇ પગલા લીધા ન હતાં.

આખરે પેટ્રોલ પંપ એસો. દ્વારા આ સહકારી મંડળીના પેટ્રોલ પંપનો પ્રશ્ન મુખ્યમંત્રીના ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં મુકવામાં આવેલ જેથી મુખ્યમંત્રી ફરીયાદ નિવારણ કાર્યક્રમ સેલમાંથી એસ્સાર કંપનીના અધિકારીઓને નોટીસ કરેલ પરંતુ કંપનીના કોઇ અધિકારી  મુખ્યમંત્રી ફરીયાદ સેલમાં હાજર રહયા ન હોતાં.

આ સમયે પેટ્રોલ પંપ એસો.ના હોદેદારો હાજર રહેલ આમ એસ્સાર કંપનીના અધિકારીઓ સરકારી તંત્રને પણ ગાંઠતા નથી. ત્યારે એસો. ફરીથી ગાંધીનગર કક્ષાએ રજૂઆત કરી જામજોધપુર સહકારી મંડળીના પંપ પરથી ઓછા ભાવે ડીઝલનું વેચાણ બંધ કરવા રજૂઆત કરનાર હોવાનું જાણવા મળેલ છે.

(11:39 am IST)