Gujarati News

Gujarati News

News of Friday, 27th December 2019

મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાને રાહત: હાઇકોર્ટે આપ્યો સ્ટે

પ્રમુખના પદ પરથી બરતરફ કરવાના મામલે હાઈકોર્ટે સ્ટે આપ્યો

મોરબી જીલ્લા પંચાયતમાં કિશોરભાઈ ચીખલીયા સામે લાંચ માંગવાનો કેસ એસીબીમાં નોંધાયો હોય જે મામલે વિકાસ કમિશ્નર દ્વારા કડક કાર્યવાહી કરાઈ હતી અને પ્રમુખના પદ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા જે મામલે હાઈકોર્ટે સ્ટે આપ્યો છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લા પંચાયતના તત્કાલીન કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયાએ જમીન બિનખેતી કરવા માટે ૮ લાખ રૂપિયાની લાંચ માંગી હોય જે મામલે એસીબીમાં ગુન્હો નોંધાયા બાદ તે વખતના કારોબારી ચેરમેન અને હાલ જીલ્લા પંચાયત મોરબીના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા જામીન મુક્ત થયા હતા દરમીયાન આ અંગે તપાસ ચાલતી હોય જેમાં સાક્ષીઓની ઓપન ઈન્કવાયરી કરી હતી અને લાંચ માંગી હોવાના ખુલાસા બાદ વિકાસ કમિશ્નરે કાર્યવાહી કરી હતી અને જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે કિશોરભાઈ કાર્યરત હોય જેથી સાક્ષીઓને પ્રભાવિત ના કરી સકે તેવા હેતુથી પ્રમુખ પદ પરથી બરતરફ કરાયા હતા જે મામલે હાઈકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે જેથી કિશોર ચીખલીયા હવે પ્રમુખ પદે યથાવત રહેશે.હાઈકોર્ટે સ્ટે આપતા કિશોર ચીખલીયાને મોટી રાહત થઇ છે

(1:22 am IST)