Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ધો.૧ના બાળકને બારાક્ષરી ન આવડતા ટીચરે સ્ટેપલર માર્યુ

વંથલીમાં સાંતલપુરના બનાવતી ચકચાર

જુનાગઢ તા. ર૭ : વંથલીના સાંતલપુરના ધો.૧ના બાળકને બારક્ષરી ન આવડતા ટીચરે સ્ટેપલર મારતા આ વિદ્યાર્થીને કપાળના ભાગેઇજા થઇ હતી.

બનાવની વિગતો એવી છે કે વંથલી તાલુકાના સાંતલપુર ગામે રહેતા મેનાબેન પરબતભાઇ ખરા નામની દલિત મહિલાનો પુત્ર સમર (ઉ.૬) ગામની જ પ્રાથમીક  શાળામાં ધો.૧માં અભ્યાસ કરે છે.

ગઇકાલે શાળાના શિક્ષીકા મેનાબેન પટેલે બાળકને બારક્ષરી બોલવાનું કહેલ પરંતુ સમરને બારાક્ષરી ન આવડતા ઉશ્કેરાઇ જઇને ટીચરે સમરના માથા પર સ્ટેપલરનો ઘા કર્યો હતો.

આ હુમલામાં બાળકને કપાળમાં ઇજા થઇ હતી આ અંગે વિદ્યાર્થીની માતા મેનાબેને ફરીયાદ કરતા વંથલી પોલીસે ધોરણસની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:24 pm IST)