Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

જૂનાગઢમાં માધ્યમિક સંઘની મીટીંગ

 જૂનાગઢઃ અહીંયા ડો. સુભાષ એકેડમી ખાતે માધ્યમિક સંઘની સાધારણ સભા વિવેકાનંદ હાઈસ્કૂલના શિક્ષક ભીમભાઈ ગલચરના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમા વર્ષ ૨૦૧૭નું સરવૈયુ મહામંત્રી દ્વારા વાચન કરાયા બાદ વર્ષ ૨૦૧૬-૧૭માં કારોબારી સભ્ય મીટીંગમાં ઉપસ્થિત રહેનારની નિમણૂક રદ કરી તેની જગ્યાએ નવા કારોબારી સભ્યોની નિમણૂક કરાઈ હતી. સાથે સાથે ધો. ૧૦, ૧૨ના વિદ્યાર્થીઓનો સેમિનાર, નિવૃત શિક્ષકોનું સન્માન તથા માધ્યમિક શાળાના શિક્ષકો, બાળકોને ઈનામ વિતરણ કરવા મુદ્દે ચર્ચા-વિચારણા એકેડમીના કેમ્પસ ડાયરેકટર રામભાઈ બોરીચા, પ્રિન્સીપાલ સુભાષભાઈ મેતા, માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ નિલેષભાઈ સોનારા, મહામંત્રી જીતુભાઈ ખુમાણ સહિતના અગ્રણીઓ, હોદેદારોની ઉપસ્થિતિમાં થઈ હતી તે પ્રસંગની તસ્વીર

(1:06 pm IST)