Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

જુનાગઢ સર્વોદય બ્લડ બેન્ક ટ્રસ્ટ દ્વારા સેવાકાર્ય

 જુનાગઢ : સર્વોદય બ્લડ બેન્ક (દવા ફંડ) ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં પૂર્વ ધારાસભ્ય અને ભાજપના અગ્રણી મહેન્દ્રભાઇ મશરૂની આગેવાનીમાં સેવાકાર્યો થઇ રહ્યા છે. જેમાં મધ્ય પ્રદેશના એક ગરીબ મજૂર પરિવારની મહિલાનું મોત થતાં તેમના પતિ અને કોમળ બાળકને તેમના પત્નીના મૃતદેહને વતન સુધી પહોંચાડવા માટે વ્યવસ્થા કરાઇ હતી. જયારે જુનાગઢના તલીયાધરના એક નિરાધાર બિમાર વ્યકિતને શૌચક્રિયાનું પણ ભાવ નહોતું તેવા અસહ્ય વૃધ્ધને સ્વચ્છ કરીને તેને સારવાર અપાવી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(12:14 pm IST)