Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

વઢવાણનો લુહાર પરિવાર દર્શન કરવા ગયા બાદ પત્તો નથી

'ફોન ઉપર જણાવ્યું 'તુ કે રાત સુધીમાં પહોંચી જઈશું' તેને પણ ૨ મહિના થયા છતા ન મળતા ખળભળાટ

વઢવાણ, તા. ૨૭ :. વઢવાણ ૮૦ ફૂટ રોડ રાયફાનગર બજરંગ ફલેટ સામે રહેતો પરિવાર હરસિદ્ધિ દર્શન કરવા ગયો હતો પરંતુ સુરેન્દ્રનગર આવીએ છીએ તેમ ફોનમાં છેલ્લી વાત બાદ આ પરિવાર અચાનક લાપત્તા થતા ચકચાર ફેલાય છે. ઘટના અંગે ગુમ થનાર બહેનના ભાઈ દ્વારા પોલીસ ફરીયાદ કરાઈ છે.

વઢવાણ જીઆઈડીસીમા કારખાનુ ધરાવતા દશરથભાઈ પીઠવા (લુહાર-સુથાર) ગુમ થઈ ગયો હતો. આ ઘટના અંગે બી ડિવીઝન પોેલીસ મથક અમદાવાદ રહેતા અને ગુમ થનાર બહેનના ભાઈ જયદીપકુમાર કનૈયાલાલ પરમારે જાણ કરી તી.

૮૦ ફૂટ રોડ રાયફાનગર બજરંગ ફલેટ સામે રહેતા દશરથભાઈ પીઠવા, બહેન મીતાબેન દશરથભાઈ, પુત્રી શ્રૃતિબહેન દશરથભાઈ અને પુત્ર પાર્થ તા. ૧-૧૦-૨૦૧૭ના રોજ હરસિદ્ધિ દર્શન કરવા ગયા હતા અને પરત સુરેન્દ્રનગર આવીએ છીએ, રાત સુધીમાં પહોંચી જઈશું એમ ફોન ઉપર આ પરિવાર સાથે વાત થઈ હતી. ત્યાર બાદથી આ પરિવારના કોઈ જ સગડ મળ્યા ન હતા. જેના કારણે શોધખોળ બાદ પણ આ પરિવારનો કોઈ પત્તો ન લાગતા પોલીસે દશરથભાઈ ગોવિંદભાઈ પીઠવા, મીતાબેન દશરથભાઈ પીઠવા ૨૦ વર્ષના શ્રૃતિબેન દશરથભાઈ પીઠવા અને ૧૭ વર્ષના પાર્થ દશરથભાઈ પીઠવા ગુમ થયા અંગેની તા. ૨૪ નવેમ્બરના ફરીયાદ કરી હતી.

સીટી બી-ડિવીઝનના વિનોદભાઈ પી. રાઠોડ જણાવી રહ્યા છે જ્યારે અંદાજે બે માસ થવા છતા હજુ સુધી આ પરિવારનો કોઈ પત્તો ન લાગતા ગુમ થનાર પરિવારજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું.

આ અંગે બનાવની તપાસ કરતા સુરેન્દ્રનગર સીટી બી-ડિવીઝન પોલીસ મથકના વિનોદભાઈ પી. રાઠોડે જણાવ્યું કે, ગુમ થયેલા પરિવાર અંગેની શોધખોળ ચાલુ છે. જ્યારે  ગુમ થનાર  પરિવાર    સાથે  રહેલા મોબાઈલ નંબરોની પણ કોઈ કોલ ડીટેઈલ મળતી નથી ત્યારે બનાવના મૂળ સુધી પહોંચવા તપાસની કાર્યવાહી ચાલુ છે.

(12:05 pm IST)