Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ઓખા-બારાડી સમસ્‍ત અબોટી બ્રાહ્મણ જ્ઞાતિ વાડી દેવભુમિ દ્વારકા ટ્રસ્‍ટ દ્વારા મહાસંમેલન

ઓખા-દ્વારકા તા.ર૭ : ઓખા બારાડી સમસ્‍ત અબોટી બ્રાહ્મણ જ્ઞાતિ વાડી ટ્રસ્‍ટ દેવભુમી દ્વારકા ટ્રસ્‍ટ અબોટી બ્રાહ્મણ જ્ઞાતિજનોનું પચાસ વર્ષમાં પ્રથમ વખત મહાસંમેલનનું ભવ્‍ય અને ઐતિહાસિક આયોજન ખંભાળીયા તાલુકાના ઝાડસીયા ગામે તા.૭-૧-ર૦૧૮ને રવિવારે સવારે ૧૦-૩ર વાગે ટ્રસ્‍ટના પ્રમુખ અનિલભાઇ મોહનભાઇ જોશીના અધ્‍યક્ષસ્‍થાને રાખવામાં આવેલ છે. જેમાં ગુજરાતભરના અબોટી સમાજ હાજરી આપશે.

ટ્રસ્‍ટના મંત્રી જીતુભાઇ નારણભાઇ ઠાકર, કાર્યક્રમના ઇન્‍ચાર્જ ટ્રસ્‍ટી અશ્વિનભાઇ ઇશ્વરભાઇ ઠાકરે જણાવ્‍યુ કે, મહાસંમેલનમાં સમાજના અતિ ગંભીર પ્રાણ પ્રશ્નો જેમ કે શિક્ષણ, રોજગારી, સ્‍વરોજગારી, સામાજીક દુષણો, સમાજના સર્વાંગી વિકાસ તથા સમાજને ઋુણમુકત કરવા તથા અન્‍યો બાબતોએ સર્વે જ્ઞાતિજનો સાથે મળી અને તેની ચર્ચાઓ કરી તેને હલ કાઢવા આખો સમાજ એક થાય અને સાથે મળીને સંકલ્‍પ કરીને આગળ વધવા તથા પંદર ગામોની માલીકી ધરાવતી દ્વારકામાં રહેલ અબોટી બ્રહ્મપુરી નં.(૧)નો નવા ચૂંટાયેલા ગામ પ્રતિનિધિઓ અને નવા ટ્રસ્‍ટીઓએ તારીખઃ રર-૬-ર૦૧૭ થી ૩૧-૧ર-ર૦૧૭ (છ મહિના) સુધીમાં કરેલ આવક-જાવકનો હિસાબ સમસ્‍ત અબોટી જ્ઞાતિજનો સમક્ષ રજુ કરશે. સાઇઠ વર્ષથી ઉપરના જ્ઞાતિજનોનું તથા તેજસ્‍વી વિદ્યાર્થીનું ચૂંટાયેલા તથા સરકારી બ્રાહ્મણ અધિકારીઓનું જાહેર સન્‍માન કરવામાં આવશે.

આ મહાસંમેલનમાં સમસ્‍ત અબોટી બ્રાહ્મણ જ્ઞાતિજનોને પધારવા ટ્રસ્‍ટ દ્વારકા નિમંત્રણ પાઠવાયુ છે.

(10:02 am IST)