Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

હળવદમાં બે સ્થળેથી જુગાર રમતા કુલ પાંચ શખ્સો ઝડપાયા

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૨૭: શહેરમાં બે સ્થળેથી જુગાર રમતા કુલ પાંચ શખ્સો પકડાયા છે. આ તમામ પાંચ શખ્સો સામે હળવદ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

હળવદમાં વિનોબા ગ્રાઉન્ડમાં રેલ્વેના પાટા પાસે બાવળ નીચે સોમા ઉફે ગલો છગનભાઈ રાઠોડ જુદા જુદા ગ્રાહકો પાસેથી વર્લી ફિચરના આંકડાઓ લખી તેની અવેજમાં પૈસા મેળવી નસીબ આધારીત વર્લી ફિચરના આંકડાઓનો જુગાર રમી રમાડી તેની કપાત અજયગીરી નથુગીરી ગૌસ્વામી તથા પ્રકાશગીરી નવલગીરી ગોસાઈ પાસે કરાવતા પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે રેઈડ દરમ્યાન ત્રણેય ઈસમોના કબ્જામાંથી વર્લી ફિચરના સાહિત્ય આંકડાઓ લખેલ ચિટ્ટી નં. ૩૦, એક નોટબુક તથા એક બોલપેન, રોકડ રૂ. ૪૦૫૦ તથા મોબાઈલ નંગ ૩ (કિ.રૂ. ૪૦૦૦) ગણી કુલ કિ.રૂ. ૮૦૫૦ના મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.

આ ઉપરાંત, હળવદમાં રેલ્વે સ્ટેશન રોડ તરફ જવાના રસ્તે ખુણામાં ચલણી નોટોના નંબર ઉપર રૂપીયાની હાર જીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમી રમતા કમલેશભાઇ રામજીભાઇ ઉકેડીયા અને અનવરભાઇ મોહમદભાઇ ફકીરને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી જુદા-જુદા દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડ રૂ. ૭૬૦નો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ આરોપીઓની અટકાયત કરી છે.

(11:48 am IST)
  • સુરેન્દ્રનગર: ગેબનશાપીર સર્કલ પાસેથી 21 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. access_time 1:14 am IST

  • ' કૌન બનેગા કરોડપતિ ' શો વિવાદમાં : 64 લાખ રૂપિયાનો પ્રશ્ન : 1927 ની સાલમાં ડો.ભીમરાવ આંબેડકરના અનુયાયીઓએ કયા હિન્દૂ ધર્મગ્રંથના પાના બાળી નાખ્યા હતા ? : મહાનાયક અમિતાબ બચ્ચને હોટ સીટ ઉપરથી પૂછેલો પ્રશ્ન હિન્દુઓની ધાર્મિક લાગણી ઉશ્કેરનારો : મુઝફ્ફર કોર્ટમાં ફરિયાદ access_time 11:31 am IST

  • ચેન્નાઈમાં આવકવેરાનું મેગા ઓપરેશન ચાલુ: આ લખાય છે ત્યારે તામિલનાડુના ચેન્નાઈમાં જબરજસ્ત મોટું આવકવેરાનું ઓપરેશન શરૂ થઈ ગયું છે વિગતો મેળવાઇ રહી છે.. "ન્યૂઝફર્સ્ટ" access_time 10:49 am IST