Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

'પદ્મશ્રી' ભીખુદાનભાઇ ગઢવીના ધર્મપત્ની ગજરાબેનનું જુનાગઢમાં અવસાન

પૂ. મોરારીબાપુએ શ્રધ્ધાંજલી અર્પણ કરી

જુનાગઢ : પદ્મશ્રી ભીખુભાઇ ગઢવીના ધર્મપત્ની ગજરાબેન ગઢવીનું નિધન થતાં ગમગીની પ્રસરી ગઇ છે.

સ્વ. ગજરાબેન ગઢવીએ ગત રાત્રે આઠ વાગ્યે ટુંકી બિમારીથી અંતિમ શ્વાસ લીધા હતાં. આ અંગેની જાણ થતાં રામાયણી પૂ. શ્રી મોરારીબાપુ વગેરેએ ભીખુદાનભાઇ તેમજ પરિવારજનો દિલસોજી પાઠવીને ગજરાબેનને શ્રદ્ધાંજલી  પાઠવી હતી.

અમરેલીના સોનારડી ગામે રાજકવિ પરિવારમાં જન્મેલા ગજરાબેન ગઢવીની સ્મશાનયાત્રા આજે સવારે તેમના જૂનાગઢ સ્થિત નિવાસ સ્થાનેથી નીકળી હતી.

જુનાગઢ સ્મશાન ખાતે સંતશ્રી હરિહરાનંદજી સહિતના સંતો વગેરેએ સદગતને શ્રધ્ધાજંલી અર્પી હતી.

પૂ. શ્રી મોરારીબાપુ ઉપરાંત તેમના પરમ સેવક રાજકોટના ઉદ્યોગપતિ જેન્તીભાઇ ચાંદ્રા, કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલા, અમદાવાદ ગુરૂકુળના માધવપ્રિયદાસ સ્વામી, બાલસ્વામી તેમજ હાસ્યકાર શાહબુદીનભાઇ  રાઠોડ વગેરેએ ગઢવી પરિવારને ટેલીફોનિક દિલસોજી પાઠવી હતી.

રાજય સભાના સભ્ય પરિમલભાઇ નથવાણીના પુત્ર ધનરાજભાઇ નથવાણીએ પણ ટેલીફોનીક શ્રધ્ધાંજલી અર્પી હતી.

સ્વ. ગજરાબેન ગઢવી ભીખુદાનભાઇ ગઢવી તેમજ પુત્ર ભરતભાઇ અને પુત્રીઓ અંજનાબેન, પ્રીતાબેન, હિરલબેન તેમજ પુત્રવધુ ભગવતીબેન, પ્રકાશભાઇ ગઢવી, કિશોરભાઇ કરણીદાન ગઢવી સહિતના પરિવારજનોને વિલાપ કરતા  છોડી ગયા હતાં.

સદ્ગતનું ટેલીફોનીક બેસણું ભરતભાઇ  ગઢવી મો. ૯૯૦૯૯ ૦૪૬૯૮, કિશોરભાઇ ગઢવી મો. ૯૭ર૪ર ૯પ૮૮પ તથા પ્રકાશભાઇ ગઢવી મો. ૮૦૦૦૭ પ૪પ૬૮ ઉપર તા. ૩૦ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે.

(11:46 am IST)