Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

ધોરાજીમાં રાજપૂત ક્ષત્રીય સમાજનું સંમેલન યોજાયું: રાજપુત સમાજ એજયુકેશન ક્ષેત્રે આગળ વધે

ધોરાજીઃ રાજપૂત સમાજ દ્વારા સંમેલન યોજાયું હતું જેમાં રાજપૂત સમાજના આગેવાનોએ આવનારા સમયની સાથે માન મર્યાદાની જાળવણી સાથે સમાજે આગળ વધવા સંકલ્પ કર્યો હતો. જેમાં મુખ્ય મહેમાન જામ ખંભાળિયા ના ઈ. પી.આઈ. અરવિંદસિંહ જાડેજા એ જણાવેલ કે રાજપૂત સમાજ એજયુકેશન ક્ષેત્રે આગળ વધે હું પણ સમાજ ની મદદ થી આગળ આવ્યો છું. જામકંડોરણા તાલુકા પંચાયત ના પ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા એ જણાવેલ કે રાજપૂત સમજે હવે કુ રિવાજો બંધ કરવા જોઇએ. નગરપાલિકાના બી.યુ.જાડેજા એ જણાવેલ કે સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનોએ અભ્યાસમાં ખુબજ આગળ વધવું જોઈએ હું ધોરણ ૧ થી કોલેજ સુધી મેં ૧ થી ૩ ક્રમાંક મેળવેલ છે આજે હું નિવૃત થયા બાદ પણ હું સ્પીપા માં હું લેકચર આપવા જાઉં છું અને રાજય સરકારે પણ મારી નોંધ લીધી છે તો મારે આપને કહેવાનું છે કે ઉમર કોઈ પણ હોઈ પણ સ્પર્ધા ન છોડવી જોઈએ તોજ તમે આગળ વધી જે અંગે માર્ગદર્શન આપેલ હતું. રાજપૂત સમાજના પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા એ આવકારેલ હતા. અને સમાજના ગંભીરસિંહ વાળા રણજીતસિંહ જાડેજા કિશોરભાઈ રાઠોડ ભરતભાઈ બગડા હરપાલસિંહ જાડેજા હરપાલસિંહ ચુડાસમા મહાવીરસિંહ વાઘેલા દસરથસિંહ ઝાલા રાજેન્દ્રસિંહ જાડેજા કૃપાલસિંહ જાડેજા પ્રતપસિંહ રાણા દેવદતસિંહ સોલંકી અશોકસિંહ જાડેજા સુખદેવસિંહ ગોહિલ ઘનશ્યામ સિંહ જાડેજા વિગેરેનું સન્માન કરવામાં આવેલ. સમારોહમાં રાજપૂત યુવાનો અને દીકરીઓએ તલવાર રાશ રજૂ કરતા ભારે આકર્ષણ જમાવ્યું હતું. સંમેલનની તસ્વીર. (તસ્વીર. કિશોરભાઈ રાઠોડ ધોરાજી)

(11:59 am IST)