Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

દ્વારકાઃ ખેલ મહાકુંભમાં પ્રથમ

દ્વારકાઃ તાજેતરમાં દેવભૂમિ દ્વારકાનાવડામથક ખંભાળીયા ખાતે યોજાયેલ મનોદિવ્યાંગ બાળકોના સ્પેશ્યલ ખેલ મહાકુંભ સ્પર્ધામાં દ્વારકાનો કિશન ચેતનભાઇ જિંદાણી સતત તેરમાં વર્ષે ઝળકયો હતો. ખંભાળીયાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સ્પર્ધામાં કિશન જિંદાણીએ બાવીસ પ્લસ ઉંમરની કેટેગરીમાં સોફટ બોલ થ્રોની સ્પર્ધામાં સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ આવી દ્વારકાનું ગૌરવ બન્યો હતો. સતત તેરમાં વર્ષે જિલ્લા કક્ષાએ પ્રથમ રહી અનોખી સિદ્ધિ સાથે બ્રહ્મસમાજનું પણ ગોૈરવ વધાર્યું છે. તેમની આ સિદ્ધિ બદલ દ્વારકાના અગ્રણીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ વિનુભાઇ સામાણી, દ્વારકા)

(11:47 am IST)