Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

પોરબંદર જિલ્લાના ૧,૩૩,૨૮૧ બાળકોના આરોગ્યની તપાસણી

પોરબંદર તા. ૨૭ : પોરબંદર જીલ્લામાં આજે તા. ૨૭ થી તા. ૨ ફેબ્રુઆરી સુધી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમ દરમ્યાન જીલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ (સરકારી તથા ખાનગી) તેમજ ઉચ્ચતર માધ્યમિક તથા માધ્યમિક શાળાઓ (સરકાર તથા ખાનગી) અને જીલ્લાની તમામ આંગણવાડીઓમાં જતા બાળકોની આરોગ્યની તપાસ કરવામાં આવશે.  આ કાર્યક્રમ દરમ્યાન જીલ્લાનાં ૦ થી ૬ વર્ષનાં તમામ બાળકો તથા ૬ થી ૧૮ વર્ષનાં શાળાએ જતા તથા ન જતા બાળકોની આરોગ્યની તપાસ કરવામાં આવશે.

પોરબંદર જીલ્લામાં કુલ ૦ થી ૬ વર્ષનાં તથા ૬ થી ૧૮ વર્ષનાં ૧,૩૩,ર૮૧ બાળકોની આરોગ્યની તપાસ કરવામાં આવશે. આ પ્રોગ્રામ અંર્તગત આરોગ્યની કુલ ૧૭૦ પેરામેડિકલ ટીમો દ્વારા બાળકોની પ્રાથમિક તપાસ (વજન અને ઉંચાઇ) કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમ્યાન જે બાળકો બિમારી વાળા મળશે તેમને મેડિકલ ઓફિસર દ્વારા સ્થળ પર સારવાર આપવામાં આવશે. તેમજ ગંભીર પ્રકારની બિમારી હોય તેવા બાળકોને જીલ્લાની સિવિલ હોસ્પીટલ ખાતે જુદા-જુદા રોગોનાં નિષ્ણાંતો દ્વારા સારવાર આપવામાં આવશે. ગંભીર પ્રકારનાં રોગોમાં જેવા કે, હદય, કિડની કે કેન્સર જેવા અન્ય રોગો માટે સુપર સ્પેશ્યાલીસ્ટ સારવાર અમદાવાદ ખાતે વિના મુલ્યે આપવામાં આવશે.

આરોગ્ય તપાસણી કાર્યક્રમનો જિલ્લાના તમામ બાળકો લાભ લે તે અંગે કાળજી લેવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહિયા અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નીલેષભાઇ મોરીએ અનુરોધ કર્યો છે.

લોકરક્ષકની પરીક્ષા ભાણવડ કેન્દ્રના સ્કુલના નામમાં ફેરફાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા.૨ ડિસેમ્બરના રોજ લોકરક્ષક કેડરની લેવાનાર પરીક્ષામાં સમાવિષ્ટ ભાણવડ ખાતેની ભગીરથ વિદ્યાલય, વિજયપુર રોડ ભાણવડ શાળાના બદલે ગુ.મા.શિ.બોર્ડ દ્વારા સુધારો થઇ આવતા હવે પછી આ શાળાનું નામ પાર્થ વિદ્યાલય ભાણવડ, વિજયપુર રોડ ભાણવડ થયેલ છે. લોકરક્ષક કેડરની પરીક્ષાની હોલટીકીટમાં ભગીરથ વિદ્યાલય છપાયેલ હોય તો તેને પાર્થ વિદ્યાલય સમજવા પોરબંદર જિલ્લાના ઉમેદવારોએ નોંધ લેવી. તેમ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.(૨૧.૧૪)

(11:44 am IST)