Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

ભાવનગરમાં દંપતિએ ઝેરી દવા પીધી : પત્નિનું મોત

મજુરી કામ કરતા શ્રમીક મંગાભાઇ બચુભાઇ કટારીયા ગંભીર

 ભાવનગર તા. ૨૭ : ભાવનગરમાં દંપતિએ સાથે મળી ઝેરી દવા પી લેતા હોસ્પિટલ ખસેડાતા પત્નીનું મોત નિપજ્યું છે. જ્યારે પતિ જીવન - મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે.

મળતી વિગતો મુજબ ભાવનગર શહેરનાં તરસમીયા રોડ ખારસી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા શ્રમીક મંગાભાઇ બચુભાઇ કટારીયા (ઉ.વ.૬૦) તથા તેના પત્ની કમુબેન મંગાભાઇ (ઉ.વ.૫૫) એ તેનાં ઘરે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા બંનેને બેભાન હાલતે અત્રેની સર ટી. હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં કમુબેનનું મોત નિપજ્યું હતું.

જ્યારે મંગાભાઇની સ્થિતિ ગંભીર ગણાવાઇ રહી છે. આ બનાવ અંગે ભરતનગર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.(૨૧.૧૨)

(11:26 am IST)