Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

ખંભાળિયા દ્વારકા હાઇવે પર સ્વીફ્ટ કારમાં અચાનક આગ લાગી :કાર બળીને ખાખ :કોઈ જાનહાની નથી

દેવ ભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા દ્વારકા હાઇવે પર સ્વીફ્ટ કારમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી.

ખંભાળિયા દ્વારકા હાઇવે પર ભાતેલ ગામ નજીક કારમાં અચાનક આગ લાગતા કાર ભસ્મીભૂત થઈ ગઈ હતી. કારમાં આગ લાગ્યા ની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને કારમાં લાગેલી આગને કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈને જાનહાની થઈ ન હતી

(9:52 pm IST)