Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકાની શુક્રવારે જનરલ બોર્ડની સામાન્ય સભા

સ્વચ્છ ભારત મિશન હેઠળ વિવિધ કામો તેમજ ફાયર બ્રીગેડને નવી એમ્બ્યુલન્સ સહિતના એજન્ડા રજૂ કરાશે

પોરબંદર તા. ર૭ :.. પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકાની જનરલ બોર્ડની સામાન્ય સભા નગરપાલિકા કચેરીના સભાખંડમાં તા. ર૯ ને શુક્રવારના રોજ બપોરના ૧ર-૦૦ કલાકે રાખવામાં આવે. જેમાં વિવિધ વિકાસ કામ અંગે એજન્ડા હાથ ધરવામાં આવશે.

નગરપાલિકા જનરલ બોર્ડની મળનારી સામાન્ય સભામાં હેડ કલાર્કશ્રીના રીપોર્ટની વિગતે પ્રમુખ જનરલ બોર્ડની અપેક્ષાએ જન્માષ્ટમી શુભેચ્છાની જાહેરાત એસ. બી. ન્યુઝ ટુડે માં રૂ. ૧પ૦૦ ની મર્યાદામાં જાહેરાત આપવા હુકમ કરેલ, જેથી જે કરેલ હુકમને બહાલ રાખવા તથા રૂ. ૧પ૦૦ વત્તા જી. એસ. ટી.નો ખર્ચ મંજૂર કરવા અંગે નિર્ણય થવા બાબતે રજૂ કરાશે. ઉપરાંત ફુડ ઇન્સ્પેકટરશ્રી, શોપ ઇન્સ્પેકટર વિગેરેના રીપોર્ટની વિગતે નગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર કચરો તથા ગંદુ પાણી નાખી ગંદકી કરતાં તથા રસ્તા ઉપર પથ્થરો તથા માટી વિગેરે રાખી દબાણ કરનાર તેમજ જાહેર માર્ગ ઉપર માલ સામાન રાખી વેંચાણ કરતાં વેપારીઓ તથા તેમજ કોઇપણ પ્રકારે જાહેર આરોગ્યને હાનીકર્તા તથા ન્યુસન્સ પેદા કરતાં ઇસમો પાસેથી જુદા જુદા વહીવટી ચાર્જ વસુલ કરવા બાબતે માન. પ્રમુખ જ. ક. ની અપેક્ષાએ હુકમ કરીને વધારો કરીને અમલવારી કરવા આદેશ કરેલ જેને બહાલ રાખવા અંગે નિર્ણય થવા તેમજ છાયા બ્રાન્ચ કલાર્કશ્રીના રીપોર્ટની વિગતે જી. ટી. પી. એલ.નું ઇન્ટરનેટ કનેકશન વસાવવામાં આવેલ છે. જેની મુદત તા. ૯-૯-ર૦ર૧ ના રોજ પુરી થયેલ હોવાથી જે બાબતે સરકારી માહિતી, ઇ-મેઇલ, વસુલાત વિગેરે કામગીરી અંગે રૂ. પપ૦૦ નો પ્લાન એક વર્ષ માટે રિન્યુ કરાવેલ. જે કરેલ કાર્યવાહીને બહાલી આપવા તથા તે અંગે કરેલ ખર્ચની મંજૂરી આપવા અંગે નિર્ણય થવા બાબતે રજૂ કરાશે.

ફાયર ફાઇટર ઓફીસરશ્રીના રીપોર્ટની વિગતે ફાયર બ્રીગેડને નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલ છે જે બાબતેના દરો રાજકોટના રૂ. ૮૦૦૦ જામનગરના રૂ. ૬૦૦૦ અને અમદાવાદના રૂ. ૧૬,૦૦૦ અગાઉ નિયત થયેલ છે, નગરપાલિકાના તમામ કર્મચારીઓ તથા તેમના પતિ, પત્નિ તથા અપરણિત બાળકોને સારવાર અર્થે એમ્બ્યુલન્સ લઇ જવામાં આવે ત્યારે ઉપરોકત દરોનાં પ૦ ટકા ના રાહત દરેથી ભાડે એમ્બ્યુલન્સ આપવા અંગે નિર્ણય થવા બાબત તેમજ હેલ્થ ઓફીસરશ્રીના રિપોર્ટની વિગતે સ્વચ્છ ભારત મિશનનો પ્રથમ તબકકો પુર્ણ થયેલ છે અને સ્વચ્છ ભારત મિશનનો બીજો તબકકા માટે ભારત સરકાર દ્વારા ડ્રાફટ ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવેલ છે જે ગાઇડલાઇન્સ મુજબ ભારત સરકારે (૧) સસ્ટેઇનેબલ સેનીટેશન (ર) વેસ્ટ વોટર મેનેજમેન્ટ (૩) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ (૪) આઇ. ઇ. સી. પ્રવૃતિ, (પ) કેપેસીટી બિલ્ડીંગ કુલ-પ ઘટકો નકકી કરેલા છે. ભારત સરકાર દ્વારા બીજી ઓકટોબર ર૦ર૧ ના માન. પ્રધાનમંત્રીશ્રી દ્વારા અમૃત ર.૦ અને સ્વચ્છ ભારત મિશન ર.૦ લોન્ચ કરવામાં આવેલ છે આ બાબતે રાજયની તમામ નગરપાલિકાઓએ સ્વચ્છ ભારત મિશન ર.૦ ના ઘટકોની અસરકારક કામગીરી માટે ભારત સરકાર સાથે સામેલ મુસદા મુજબ એમ. ઓ. યુ. કરવાના થાય છે જે એમ. ઓ. યુ. કરવા અંગે નિર્ણય થવા બાબતે રજૂ કરાશે.

મ્યુ.એન્જીનીયરના રીપોર્ટની વિગતે ખાપટ વિસ્તારમાં આવેલી મૈત્રી રેડીડેન્સના રહેવાીઓ તરફથી અરજી કરીને સરકારની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી વિકાસ યોજના અન્વયે જનભાગીદારી યોજના તળે તેઓની સોસાયટીમાં રસ્તા, પીવાની  પાણીની પાઇપલાઇન તથા ભુગર્ભ ગટર તેમજ સ્ટ્રીટલાઇન નાખવા માટે માંગણી કરેલ છે સદરહું યોજના અન્વયે તે અંગે થનાર એસ્ટીમેટની રકમના ર૦% રકમ ભરપાઇ કરવા પણ જણાવેલ છે. સદરહું યોજના તળે માંગણીવાળા કામો યોજનામાં લઇને કરી શકાય અને તે અંગે ૭૦% રકમ રાજયની સહાય ર૦% રકમ ખાનગી સોસાયટીના તથા ૧૦% રકમ સ્થાનિક સંસ્થાઓ ભોગવવાની જોગવાઇ હોઇ, જેથી સદરહું માંગણી અન્વયે નિર્ણય થવા રજુ કરાશે.

વોટર વર્કસ સુપ્રિ.ના રિપોર્ટની વિગતે છાયા શહેર પાણી પુરવઠા યોજનાની કામગીરી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, પોરબંદર દ્વારા કરવામાં આવેલ છે. જે યોજનાની મરામત અને નિભાવણીની કામગીરી તા.૧/૬/ર૦ર૧ થી નગરપાલીકા દ્વારા સંભાળવા બાબતે માન.પ્રમુખ હુકમ કરેલ, જે કરેલ  કાર્યવાહીને બહાલી આપવા તથા આ યોજનાની મારામત અને નિભાવણી માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ટેન્ડર પધ્ધતિથી એલ અન્ડ ટી.કંપનીના નિયત થયેલ ભાવે શિવશકિત એન્ટરપ્રાઇઝ મારફતે કામગીરી કરાવવામાં આવતી હતી તે મુજબ શિવ શકિત એન્ટરપ્રાઇઝએ તે ભાવ કામ કરી આપવા લેખિત માંગણી કરેલ છે, જે બાબતે તથા મરામત અને નિભાવણી અંગેનો થનાર ખર્ચ મંજુર કરવા આપવા લેખિત માગણી કરેલ છે, જે બાબતે તથા મરામત અને નિભાવણી અંગેનો થનાર ખર્ચ મંજુર કરવા અંગે નિર્ણય થવા બાબત તેમજ અન્ય એજન્ડા પાલીકા જનરલ બોર્ડ સામાન્ય સભામાં રજુ કરાશે. તેમ પાલીકા પ્રમુખ અરજીમાં કારીયાએ જણાવેલ.

(12:59 pm IST)