Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

રાજકોટના રેન્જ ડીઆઇજી સંદિપસિંહ દ્વારકા જિલ્લાની બે દિવસની મુલાકાતેઃ ખંભાળિયા, સલાયા પોલીસ મથકની મુલાકાત લીધી

(કૌશલ સવજાણી દ્વારા) જામખંભાળિયા તા.ર૭ : રાજકોટ રેન્જના ડીઆઇજી સંદિપ સિંઘ ગઇકાલથી દેવભુમી દ્વારકા જિલ્લાની મુલાકાતે આવ્યા છે. બે દિવસના વાર્ષિક ઇન્સ્પેકશન અર્થે આવેલા ડીઆઇજીએ ગઇકાલે ખંભાળિયા અને સલાયા પોલીસ મથકની મુલાકાત લીધી હતી.ત ેમનીસાથે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી ઉપરાંત ડીવાયએસપી, પી.આઇ. તથા સ્ટાફ જોડાયા હતા.

સલાયામાં તાજેતરમાં મોહરમ વખતે પોલીસ સ્ટાફ થયેલા હુમલાના સંદર્ભે ડીઆઇજીએ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ખંભાીળયાના પી.આઇ. પી.એમ. જુડાલ તથા પી.આઇ. ડાંગર તેમની સાથે જોડાયા હતા.

આજરોજ બુધવારે ડીઆઇજી દ્વારા સ્થાનિક અધિકારીઓ સાથે કોન્ફરન્સ રાખવામાં આવી છે. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે દેશના છેવાડાના જિલ્લા એવા દેવભુમી દ્વારકા જિલલામાં અગાઉ થયેલા ખુન જેવા બનાવવામાં છેલ્લા કેટલાક સમયથી ડિટેકશન અને ગુનેગારો સામે લેવાતા કડક પગલાં અસરકારક બની રહયા છે.

(12:58 pm IST)