Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

હિંદુ દેવી-દેવતાઓના ફોટોવાળા ફટાકડા પર પ્રતિબંધ મુકવા હિંદુ સંગઠનોની માંગ. : વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે આવેદન પાઠવ્યું.

મોરબી :  હિંદુ દેવી દેવતાઓના ફોટોવાળા ફટાકડાથી હિન્દુઓની લાગણી દુભાતી હોય જેથી આવા ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવી પ્રતિબંધની યોગ્ય અમલવારી કરાવવા હિન્દુવાદી સંગઠનોએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી છે

જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે દિવાળી અને બેસતું વર્ષનો તહેવાર આવી રહ્યો છે જેની ઉજવણી હિંદુ પરિવારો ધામધુમથી કરતા હોય છે નવા વર્ષના સ્વાગતમાં ફટાકડા ફોડવામાં આવે છે ત્યારે કેટલાક સમયથી હિન્દુઓના દેવી દેવતાવાળા ફોટો વાળા ફટાકડાથી હિન્દુઓની લાગણી દુભાઈ છે જે પ્રવૃતિઓ રોકવા નિયમો બનાવ્યા હોય છતાં તેની અમલવારી કરાવવામાં આવતી નથી અને હિંદુ દેવી દેવતાના ફોટોવાળા ફટાકડા વેચાઈ રહ્યા છે
ત્યારે આવા ફટાકડાનું વેચાણ બંધ થાય તેવી માંગ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા કરવામાં આવી છે અને ઝડપથી કાર્યવાહી ના કરાય તો આવી પ્રવૃતિઓ કરનાર વેપારીઓ પાસે હિન્દુવાદી સંસ્થાઓ નિયમોનું પાલન કરાવશે તેમ પણ જણાવ્યું છે.

(11:39 am IST)