Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

જસદણમાં ૨૭ દિ'થી ઉપવાસ કરી રહેલી મહિલા સફાઇ કર્મચારીઓના પારણા

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ,તા. ૨૭: જસદણ નગરપાલિકામાં છેલ્લા ૧૮ દિવસથી પ્રતિક ધરણા અને ૯ દિવસથી અન્નજળનો ત્યાગ કરી સફાઇ કર્મચારીઓની બહેનો પોતાના ન્યાય માટે લડી રહેલી અને આખરે રાજ ગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શકિત ટ્રસ્ટના માધ્યમથીઙ્ગ તેની માંગણી મુજબ ન્યાય મળતાની સાથે જ આજે ૨૭માં દિવસે ઉપવાસ આંદોલન પર બેઠેલી ૧૦ બહેનોને સુખદ અંત આવેલોઙ્ગ તમામ બહેનો ની માંગણી સંતોષાય ગઈ અને ત્યારબાદ રાજ ગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શકિત ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઇ રાજપરા ના હસ્તે પારણા કરી અને આંદોલનનો અંત આવેલો જેમાં બહેનો સાથે સતત લડી રહેલી નીડર મહિલા આગેવાન નિર્મળાબેન તથા અશોકભાઈ તથા વિંછીયા જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ તલસાણીયા વિપુલભાઈ ઝાપડિયા વગેરે આગેવાનો દ્વારા બહેનો ને પારણા કરાવવામાં આવ્યા.

રાજ ગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શકિત ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ રાજપરાએ જણાવ્યું ખૂબ દુઃખની બાબત કહેવાય ૨૭ દિવસ થી આપણી બહેનો દીકરીઓ રોડ રસ્તા ઉપર આંદોલન કરી રહી હોય તેમ છતાં જસદણ ની અંદર થી એક પણ નેતા આ બહેનોની મદદ માટે ન આવ્યા અને પાછા બેટી બચાવો બેટી પઢાવો ના નારા લગાવે છે વધારેમાં એ પણ જણાવ્યું કે જસદણ વિછીયા નહીં પરંતુ ગુજરાતભરમાં કયારેય કોઈ બહેન દીકરી ઉપર અત્યાચાર થાય કે અન્યાય થાય ત્યારે રાજ ગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શકિત ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઇ રાજપરા દરેક બહેનો દીકરીઓ માટે હર હંમેશઙ્ગ ન્યાય માટે લડવા તૈયાર છે અને આ વિસ્તારની અંદર કોઈપણ બેન દીકરીઓ ઉપર ખોટી રીતે અત્યાચાર થતા હોય તો માત્રને માત્ર એક ફોન કરો અમે તમારા માટે લડવા તૈયાર છીએ ઉપવાસ આંદોલન કરી રહેલી બહેનોએ એવું પણ જણાવ્યું કે જો અમને ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન કરશું પરંતુ જયાં સુધી રાજ ગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શકિત ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ જીવે છે ત્યાં સુધી કોઈ પણ બેન દીકરી ને પોતાનો જીવ નહીં દેવો પડે જયાં સુધી અમારા માં પ્રાણ છે ત્યાં સુધી અમે તમારા માટે લડીશું.

(11:36 am IST)