Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ઓખા-દિલ્હી સુપર ફાસ્ટ સાપ્તાહિક ટ્રેનનો શુભ પ્રારંભઃ પૂનમબેન માડમની રજૂઆતને સફળતા

(ભરત બારાઇ દ્વારા) ઓખા તા. ર૭: ડીઆર.યુસી. દીપકભાઇ રવાણી દ્વારા સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય શ્રી પબુભા માણેકને રેલવે બાબત અનેક રજૂઆતો કરી ઓખા સ્ટેશનથી લાંબા અંતરની ટ્રેનો ચાલુ કરાવી છે. આજરોજ ઓખા દિલ્હી સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેનનો શુભ પ્રારંભ થતા પ્રજામાં ખુશીની લાગણી છવાઇ હતી. દર મંગળવારે સવારે ૧૦ વાગ્યે ઓખાથી ઉપડશે અજમેર જયપુર થઇ અને બીજે દિવસે દિલ્હી પહોંચશે. આજરોજ આ ટ્રેનના પાઇલોટ સાથે સ્ટેશન મેનેજરને શુભેચ્છા સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે ઓખાના અગ્રણીય જગદીશભાઇ શાસ્ત્રી, શ્રી અનુપમભાઇ બારાઇ, આનંદભાઇ વિઠ્ઠલાણી, નીતિનભાઇ કેર, રમેશભાઇ માજીઠીયા એ રેલવેના આ કાર્યને બિરદાવ્યું હતું અને સ્ટેશન મેનેજર મનોજકુમાર ઝા ને શુભેચ્છા આપી હતી.

(11:32 am IST)