Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

કચ્છના ચોબારી ગામે સામાન્ય બોલાચાલીમાં આહીર યુવાનની હત્યા

શેરીમાં સોલીડ બ્રેક અને શેરીમાં આંટા કેમ મારે છે ? એવું પુછતાં છરીના ઘા ઝીંકયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૭:  કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય મુદ્દે બોલાચાલી અને મારામારીના વધી રહેલા બનાવો ચિંતાજનક છે.

તેમાંયે ઉગ્ર બોલાચાલી ઘણીવાર ગંભીર રૂપ પણ ધારણ કરી લે છે. ભચાઉના ચોબારી ગામે સામાન્ય બોલાચાલી બાદ એક યુવાનની હત્યાના બનાવે નાનકડા ગામમાં સોંપો પાડી દીધો છે. ગામના કબીરનગરની શેરીમાં બાઈક ઉપર આંટા મારતાં મોમાયા ઉર્ફે પપ્પુ તેજા ચાવડા નામના શખ્સને કાનજી રણછોડ ઢીલાએ ટપારીને ટોકયો હતો.

જે બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં રાત્રે પપ્પુ ઉર્ફે મોમાયા ચાવડા પરત આવ્યો હતો અને કાનજી ઢીલાને તેના ઘરની બહાર બોલાવી તેના પરિવારજનોની સામે જ છરીના દ્યા ઝીંકી કરપીણ હત્યા કરી નાસી ગયો હતો. આ અંગે ભચાઉ પોલીસમાં ફરિયાદ નોધાયાં બાદ પોલીસે ઝડપભેર કાર્યવાહી કરી હત્યારા પપ્પુ ઉર્ફે મોમાયા ચાવડા ને આદિપુર બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડયો હતો.

(10:18 am IST)