Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

સરકાર પ્રજા માટે છે આપણે પ્રજાના કામો કરવાના છે : શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલા

કચ્છમાં પ્રભારી મંત્રીએ તંત્રની કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓ અને પદાધિકારીઓને ટીમ કચ્છ બની કામ કરવા કર્યું સૂચન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૭ : સરકારની દરેક યોજનાનો લાભ પાત્રતા ધરાવતા દરેક લાભાર્થીને મળવો જોઈએ તે માટે આપણે ચોક્કસ ગતિથી આગળ વધવાનું છે એમ રાજયમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.

જિલ્લા પ્રભારી મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનના ત્રણે ડ્રીમ પ્રોજેકટ પૂર્ણતાના આરે છે તે સત્વરે પૂર્ણ કરાવીશું. સામાજીક સુરક્ષા પૂરી પાડતી ગરીબો, વંચિતો,ઙ્ગ પાત્રતા ધરાવતા લોકોની સહાય યોજનાની કામગીરી માટે વધુ લક્ષ આપવા વિવિધ વિભાગોના અધિકારીઓને મંત્રીશ્રીએ જણાવ્યું હતું. સરકારી યોજનાઓનો વાસ્તવિક લાભાર્થીને લાભ આપી સંકળાયેલા તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત સમગ્ર કચ્છની ટીમ બની કામ કરીએ. ટીમ કચ્છ મળીને કચ્છને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરીશું એમ જિલ્લા પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું.ઙ્ગ

પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજય મંત્રીશ્રી અને કચ્છ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ભુજ ખાતે આજરોજ સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'સરકાર પ્રજા માટે છે અને આપણે પ્રજાના કામો કરવાના છે. આ બેઠકમાં જિલ્લાના વિકાસ કાર્યો અને કચેરીઓની કામગીરીના અમલીકરણ, સિદ્ઘિ અને લક્ષ્યાંકો બાબતે પ્રભારી મંત્રીશ્રીઙ્ગ વિગતે માહિતીગાર થયા હતા. આ સમીક્ષા બેઠકમાં મંત્રીશ્રીએ જિલ્લાની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અને કચેરી કામગીરીની વિગતે છણાવટ કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન સંબંધિત અધિકારીઓને આપ્યા હતા.'

ઙ્ગઆ તકે મંત્રીશ્રીએ વિકાસ લક્ષી પ્રોજેકટની વર્તમાન સ્થિતિ, પ્રગતિ, અવરોધો અને ભવિષ્યના આયોજન બાબતે સંબંધિતો પાસેથી વિગતે માહિતી મેળવી અટવાયેલા કામોને ઝડપભેર આયોજનબદ્ઘ પૂર્ણ કરવા તાકીદ પણ કરી હતી.

જિલ્લાના વિકાસ પ્રોજેકટ પૈકી માર્ગ અને મકાન વિભાગ અધિકારી પાસેથી સ્મૃતિભવન ભુજ અને વીરબાળ સ્મારક અંજારની વિગતો જાણી હતી. રીન્યુએબલ એનર્જી પાર્કની મહેસુલ શાખા પાસેથી, વોટર ડિસેલિનેશન પ્લાન્ટ, રિજિયોનલ સાયન્સ મ્યુઝિયમ, ભુજ-ભચાઉ હાઇવે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને લગતી રોડ હાઇવેની કામગીરી અને પ્રોજેકટ બાબતે વિગતવાર માહિતી જાણી જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ કામગીરી યોગ્ય રીતે પ્રગતિમાં આવે તે માટે તાકીદ પણ કરી હતી.

ગુજરાત રાજય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિકારીશ્રી વનરાએ પાણી પુરવઠા પ્રોજેકટની વિગતો પૂરી પાડી હતી. સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના અધિકારીશ્રીએ કચ્છ શાખા નર્મદા કેનાલની કામગીરી વિશે મંત્રીશ્રીને માહિતીગાર કરતાઙ્ગ માર્ચ ૨૦૨૨માં કામગીરી પૂર્ણ કરવાની વાત રજૂ કરી હતી.

જિલ્લા આયોજન અધિકારીશ્રીએ માતાનામઢ અને અન્ય પ્રવાસન વિકાસકામોથી મંત્રીશ્રીને માહિતીગાર કર્યા હતા. એસ.ટી વિભાગીય નિયામકશ્રીએ બસ પોર્ટ પ્રોજેકટ અંગે મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનક માઢક પાસેથી રાજયમંત્રીશ્રીએ કોવીડ વેકસીનેશનની તેમજ કોવીડ-૧૯ ની ત્રીજી વેવને અટકાવવાના આયોજનની કામગીરી વિગત પૂર્વક જાણી તેમજ કોવીડ-૧૯ માં કોરોના વોરિયર્સ તરીકે કરેલી સૌની કામગીરીને બિરદાવી હતી. જિલ્લાની કચેરીઓની સરકારી યોજનાઓ અને કામગીરીના અમલીકરણની વિગતો કલેકટર પ્રવીણા ડી.કે.ની રાહબરી હેઠળ મંત્રીશ્રીએ જાણીને અધિકારીઓની કામગીરીથી સંતોષ વ્યકત કર્યો હતો.

આ બેઠકમાં સર્વશ્રી કલેકટર પ્રવિણા ડી.કે., જીલ્લા વિકાસ અધિકારી ભવ્યવર્મા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મયુર પાટીલ, નિવાસીઅધિક કલેકટર હનુમંતસિંહ જાડેજા, ભુજપ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આસ્થા સોલંકી, નાગરિક પુરવઠા અધિકારી ડો. રીના ચૌધરી, જીલ્લા શિક્ષણ અધિકારી બી.જે.પ્રજાપતિ, પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.પી.પ્રજાપતિ, કેળવણી નિરક્ષક વસંત તેરૈયા, બન્ની ગ્રાસલેન્ડના ડી.સી.એફ. એમ.વી.જાડેજા, આર.એફ.ઓ. આર.જે.દેસાઇ, કાપાઇ જી.એસ.આર.ડી.સી. એમ.એસ.મહેતા, જીલ્લા આયોજન અધિકારીશ્રી જે.કે.ચાવડા, જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી જે.એ.બારોટ, મહિલાબાળ અધિકારી અવની દવે, સમાજસુરક્ષાના ચીફ ઓફિસર ન.શા.ચૌહાણ, પી.જી.વી.સી.એલ.અધિકક્ષક એમ.કે.વોરા, અંજાર અધિક્ષકઇજેનેર જે.એમ.કષ્ટા, રીજનલ સાયન્સ મ્યુઝિયમના પ્રોજેકટ ડાયરેકટર ડો. રાજેન્દ્ર પટેલ, નેશનલ હાઇવે ઓર્થોરીટાના અધિકારી પવન ગરવ, અનુસુચિત જાતિના નાયબ નિયામક ડી.એન.ભોજગાતર, નાકાઇ કચ્છ શાળાભચાઉના ડી.કે.સોલંકી, એસ.ટી.નિયામક વાય.વી.પટેલ, એમ.આર.પુરાણી, આઇ.સી.ટી.ઓફિસર એચ.આર.ગોર, નાયબ માહિતી નિયામક મિતેશ મોડાસીયા, નાયબ બાગાયત અધિકારી કે.પી.સોજીત્રા, ખેતીઅધિકારીશ્રી મેણાંત, ઇજેનર સર્વશ્રી પી.વી.શાહ, વી.જે.પંડયા, વી.જી.ચૌધરી, બી.શ્રીનિવાસ, સી.ડી.એચ.ઓ. ડો.જનક માઢક, મત્સ્ય ઉદ્યોગ, મદદનીશ નિયામક જે.પી. તોરાણીયા, નાકાઇ વી.એન.વાઘેલા, નેશનલહાઇવે ગાંધીધામ એમ.એમ. વિશ્વરેખા, તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:16 am IST)