Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

દ્વારકાધીશ મંદિરે દિવાળી પર્વે વાઘબારસથી ભાઈબીજ સુધીના દર્શનનો ક્રમ જાહેર

વાઘબારસે નિત્યક્રમ મુજન મળશે દર્શનનો લાભ : તા,3ને ધનતેરસે પણ શ્રીજીના નિત્યક્રમ મુજબ થશે દર્શન :દીપાવલીએ બપોરે 1 વાગ્યે અનૌરસ બાદ સાંજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન અને રાત્રે 8 વાગ્યે હાટડી દર્શન ,રાત્રે 9-45 વાગ્યે અનૌરસ (મંદિર બંધ ) નૂતનવર્ષે સવારે 6 વાગ્યે મંગળા આરતી,બપોરે 1 વાગ્યે અનૌરસ બાદ સાંજે 5થી 7 અન્નકૂટ દર્શન અને રાત્રે 9-45 વાગ્યે અનૌરસ :ભાઈબીજના દિવસે સવારે 7 વાગ્યે મંગળા આરતી નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે

દ્વારકાધીશ મંદિરે દિવાળી પર્વે વાઘબારસથી ભાઈબીજ સુધીના દર્શનનો ક્રમ જાહેર  થયો છે જે મુજબ વાઘબારસે નિત્યક્રમ મુજન મળશે દર્શનનો લાભ જયારે તા,3ને ધનતેરસે પણ શ્રીજીના નિત્યક્રમ મુજબ દર્શન થશે તા,4 ને ગુરુવારે દીપાવલીએ બપોરે 1 વાગ્યે અનૌરસ બાદ સાંજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન અને રાત્રે 8 વાગ્યે હાટડી દર્શન ,રાત્રે 9-45 વાગ્યે અનૌરસ (મંદિર બંધ ) રહેશે નૂતનવર્ષે સવારે 6 વાગ્યે મંગળા આરતી,બપોરે 1 વાગ્યે અનૌરસ બાદ સાંજે 5થી 7 અન્નકૂટ દર્શન અને રાત્રે 9-45 વાગ્યે અનૌરસ બાદમાં ભાઈબીજના દિવસે સવારે 7 વાગ્યે મંગળા આરતી નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે

(12:09 am IST)