Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

બોટાદમાં પોલીસ શહિદોના યોગદાનને ઉજાગર કરતો કાર્યક્રમ

આટકોટ : પોલીસ ફ્લેગ ડે ની ઉજવણી નિમિત્ત્।ે બોટાદ જિલ્લાનાંઙ્ગ શહીદ વિર સ્વ. રાજેશભાઈ પિતામ્બરભાઈ મેણીયા, પોલીસ કોન્સ્ટેબલ, એલ.સી.બી. શાખાનાઓએ ગત ફરજ દરમ્યાન શહીદી વ્હોરેલ. જેઓની યાદમા તુરખા ગામે શહીદ વિર સ્વ. રાજેશભાઈ એ જે સ્કૂલમાં અભ્યાસ કરેલ એ શ્રી એચ.ડી.ગાર્ડી,ઙ્ગ સ્કૂલ, તુરખા ખાતે બનાવેલ શહીદ સ્મારક ખાતે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની અધ્યક્ષતામાઙ્ગ વિર શહીદ સ્વ.શ્રી રાજેશભાઈ પિતામ્બરભાઈ મેણીયાના સ્મારકને રીથ અર્પણ કરી તથા તેમનાં પરીવાર જનોનુ પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યું. શહીદ વિર સ્વ. રાજેશભાઈ મેણીયાનાઓની તસ્વીર પ્રદર્શિત કરી તેમની દેશસેવાની ફરજોને યાદ કરવામાં આવી.ઙ્ગ શ્રી હર્ષદ મહેતા  દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરવામા આવ્યું જેમાં સ્વ.રાજેશભાઈ મેણીયાનાઓનું પોલીસ વિભાગમાં અનેરૂ યોગદાન યાદ કરવામા આવ્યું તથા તેઓ અમગ્ર પોલીસ વિભાગ માટે પ્રેરણા દાયક બની રહેશે એવી નેમ વ્યકત કરવામાં આવી. આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક શ્રી એમ.બી.વ્યાસ સાહેબ તથા શ્રી એચ.આર.ગોસ્વામી સાહેબ, પોલીસ ઈન્સપેકટર, એસ.ઓ.જી. શાખા તથા એચ.એલ.જોષી સાહેબ, પો.સબ.ઈન્સ, પાળીયાદ પો.સ્ટેનાઓ તથા શહીદ વિરના પરિવારજનો તથા શાળાના ટ્રસ્ટીશ્રી દેવજીભાઈ તથા શ્રી રવજીભાઈ તથા શાળાના પ્રિન્સિપાલશ્રી તથા સ્ટાફ તથા ગ્રામજનોઙ્ગ હાજર રહેલ તેમજ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ડી.વી.ખાચરનાઓદ્વારા કરવામાં આવેલ તથા આભાર વિધી  એચ.આર.ગોસ્વામી  દ્વારા કરવામા આવેલ.

(12:01 pm IST)