Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સ્ટેટ બેન્ક દ્વારા મગફળીનો પાક વિમો ન અપાતા જેતપુર પંથકના ૫૬ ખેડુતોની આત્મવિલેતની ચિમકી

જેતપુર, તા.૨૭: જેતપુર તાલુકાના ૬ ગામના ૫૬ ખેડૂતોએ એકસાથે આત્મવિલોપનની અરજી આપી છે. આ ખેડૂતોએ જેતપુર તાલુકા પોલીસે ધસી આવ્યાં હતા અને આત્મવિલોપનની માંગણી કરી હતી. ખેડૂતોને અંદાજે ૧.૫ કરોડ જેટલો મગફળીનો વીમો મળ્યો નથી. ૨૦૧૬-૧૭દ્ગટ મગફળીનો પાક વીમો સ્ટેટ બેન્ક દ્વારા આજ દિન સુધી મળેલ નથી.

જેતપુર તાલુકાના ૬ જેટલા ગામના ૧૨૩ જેટલા ખેડૂતોને વર્ષ ૨૦૧૭દ્ગક્ન પાક વીમા માટે છેલ્લા એક વર્ષથી શહેરમાં આવેલી એસબીઆઈ બેંકમાં ધક્કા ખાઈ રહ્યા છે. ખેડૂતોની અનેક રજૂઆત છતા બેંક દ્વારા પાક વીમા બાબતે ઉદાસીનતા દર્શાવતા હોય ખેડૂતો દ્વારા થોડા સમય પૂર્વે અર્ધ નગ્ન અવસ્થામાં બેંક તેમજ મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતોને તાત્કાલીક પાક વીમો ચૂકવવાની માંગ કરી હતી. તત્કાલીન સમયે બેંક મેનેજર દ્વારા ખેડૂતોને ટૂંક સમયમાં વીમો ચૂકવાશે તેવું કહેવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે રાજયના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જયેશ રાદડિયા થોડા સમય પહેલા ખેડૂતો સાથે એસબીઆઇ બેંકમાં જઈને બેંક મેનેજરનો કડક ભાષામાં ઉધડો લીધો હતો. રાદડિયાએ એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો એક મહિનામાં ખેડૂતોને વીમાની રકમ નહીં મળે તો જેતપુરની અંદર તમામ એસબીઆઈ બેંકને તાળા મારી દેવામાં આવશે

ત્યારે જયેશ રાદડિયાનું કહેવું હતું કે ખેડૂતોને હજી ગયા વર્ષનો વીમો ભરી દીધો નથી. આ માટે ૧૫૦ ખેડૂતોએ સમયસર બેંકને પ્રિમિયમ ભરી દીધું હતું. આ પ્રિમિયમ કોઈ કારણને લીધે બેંક તરફથી વીમા કંપનીને મળ્યું ન હતું. બેંક અને વીમા કંપનીની તકરારમાં ખેડૂતો છેલ્લા ૧૧ મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે.

આ આશરે ત્રણ મહિનાઓ પહેલની વાત જયારે હજી સુધી આમાં ખેડૂતોનું કામ થયું નથી. આ ખેડૂતો દ્વારા સ્થાનીક ધારાસભ્ય, મામલતદારને તાલુકા પંચાયત પ્રમુખને, રિજિયોનલ બેન્ક મેનેજર, કૃષિ નિયામક, કેન્દ્રના કૃષિ મંત્રી રૂપાલા, રાજયના કૃષિ મંત્રી આર. સી. ફળદુ, કલેકટર, સંસદસભ્ય જેવા નેતાઓને આ અંગે મૌખિક, લેખિત તેમજ રૂબરૂમાં વાત કરી ચુકયા છે. તેમજ બેંકના ઉચ્ચ અધિકારીઓ રાજકોટ અને અમદાવાદ સુધી પણ વાત કરી ચૂકયા છે તો પણ આ અંગે કોઇ જ નક્કર જવાબ મળતો નથી..

(4:42 pm IST)