Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

તામિલનાડુમાં વસતા મુળ સૌરાષ્ટ્રીયનોનું પ્રતિનિધિ મંડળ સૌરાષ્ટ્રનું મહેમાન બન્યુ

રાજકોટ : સોમનાથજી ઉપર આશરે ૯૬૦ ની સાલમાં ગજનીના આક્રમણ બાદ સામુહિક સ્થળાંતર કરી સદીઓથી તામિલનાડુમાં સ્થાયી થઇ પોતાની સૌરાષ્ટ્રવાસી તરીકેની ઓળખ કાયમ રાખનાર સૌરાષ્ટ્રીયન સમુદાયનું એક ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિ મંડળ સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલ છે. ગુજરાત વતી સંકલન કર્તા પૂર્વ કુલપતિ ડો. કમલેશ જોશીપુરા તેમજ અગ્રણીઓએ વિમાની મથકે ઉષ્માભેર તેઓનું સ્વાગત કર્યુ હતુ. રાજકોટ, જુનાગઢ, પોરબંદર સહિતના વિસ્તારોની મુલાકાતે આવેલ આ પ્રતિનિધિ મંડળમાં ધનલક્ષ્મી એન્જીનીયરીંગ કોલેજ અને સંસ્થાઓના સ્થાપક પ્રો. વી. પી. રામમૂર્તિ, શ્રીમતી ધનલક્ષ્મી, વરીષ્ઠ ધારાશાસ્ત્રી રામશંકર, ઉદ્યોગપતિ નાગરાજન, સામાજીક અગ્રણી સુરેન્દ્રન, મહિલા અગ્રણી શ્રીમતી જયંતિનો સમાવેશ થાય છે. વિમાની મથકે તેમના સ્વાગતમાં સૌ.યુનિ. સૌરાષ્ટ્ર સંશોધન સંસ્થાના પ્રો. રવિસિંહ ઝાલા, પૂર્વ મહીલા મેયર ડો. ભાવનાબેન જોશીપુરા, સરકારી લો કોલેજના ડો. મીનલ રાવલ, વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રશાંતકુમારજી જોષી, ડો. રાજેન્દ્રભાઇ દવે, ડો. આનંદ ચૌહાણ, તાલુકા મહિલા મોરચાના ડો. ધારાબેન ઠાકર વગેરે સાથે જોડાયા હતા. રાજકોટ ખાતે તા. ૨૭ ના નગારિક સત્કાર કરાશે. તે પૂવે જુનાગઢ ખાતે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતન ત્રિવેદી, ઇતિહાસવીદ વિશાલ જોશી તેમજ સોમનાથ ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત ગોષ્ઠિ ઉપરાંત પોરબંદરના સ્વામી મંદિરના શ્રી ભાનુપ્રકાશજી દ્વારા તેઓનુ વિશિષ્ઠ સન્માન કરાશે. સૌ.યુનિ. પરિવાર સાથે પણ મિલન સમારોહ આયોજીત થયેલ છે. અક્ષર મંદિર ખાતે હરી ભકત ચંદ્રેશ કાનાબાર અને ટીમે સ્વાગત કરેલ. 

(10:40 am IST)