Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

'તારા પતિ સાથે નહિ મારી સાથે સંબંધ રાખ' તેમ કહીને ખંભાળીયાની મહિલાનો ન્હાતી વખતનો વિડીયો ઉતારી બ્લેકમેઇલ કરતો અનિલ રાજગોર ઝડપાયો

રાજકોટ તા.૨૭: દેવભૂમિ દ્વારકા જીલ્લો દિવસે ને દિવસે સ્ત્રી અત્યાચારો સહિતના કિસ્સાઓને લઇને બદનામ થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, હજુ તો તાજેતરની જ વાત છે કે કલ્યાણપુર તાલુકામાં રહેતા એક યુવકના નામનું સોશ્યલ મીડિયા પર બોગસ  એકાઉન્ટ બનાવી બદનામ કરવા અંગેની ફરિયાદ નોંધાઇ હતી, દરમિયાન દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્યમથક એવા ખંભાળીયામાં વસવાટ કરતા વ્યકિતની પત્નીના અગાઉ ન્હાતી સમયના ન્યુડ વિડીયો બનાવી અને ત્રણ વર્ષ દરમિયાન બ્લેકમેલીંગ કરી જયારે મહિલા સગીર વયની હતી ત્યારે બળાત્કાર ગુજારનાર જામનગરના એક શખ્સ સામે ખંભાળિયા પોલીસ મથકમા ગુન્હો નોંધાયો છે.

વાત એવી છે કે ખંભાળીયામાં વસવાટ કરતા વ્યકિતની પત્નીના જામનગરમાં રહેતા અનિલ રાજગોર નામના શખ્સે ન્હાતી વખતના ન્યુડ વિડીયો બનાવીને વિડીયો વાઇરલ કરી દેવાની ધમકી આપતો હતો, જે બાદ એક દિવસ મહિલાને ઘરે કોઇના હોય ત્યારે ઘરમાં ઘુસી જઇને તેણી પર દુષ્કર્મ આચર્યુ ત્યારે તે સગીરવયની હતી, જે બાદ અવારનવાર ફોટાઓ અને વિડીયો વાઇરલ કરવાની ધમકી પણ અનિલ આપતો હતો, અને મહિલાના પતિને પણ ફેક આઇડી બનાવી અને તેના પતિના મોબાઇલમા અગાઉના આવા વિડીયો અને ફોટાઓ મોકલી પતિને છોડી પોતાની સાથે રહેવા દબાણ કરવાના મામલે અનિલ રાજગોર સામે દુષ્કર્મ, પોસ્કો, આઇટી એકટ સહિતની કલમો હેઠળ ખંભાળિયા મથકમાં ગુન્હો નોંધાયો છે.

(4:06 pm IST)