Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

મોરબીમાં રવિવારથી પ્રાચિન-અર્વાચિન રાસોત્સવ રમઝટ

પ્રાચીન ગરબી મંડળો ચાચર ચોક બનશેઃ પાર્ટી પ્લોટમાં રાસની રંગતઃ ભાવિકો માતાજીના ગુણગાન ગાશે

મોરબી તા.૨૭: કલાનગરી મોરબી નવરાત્રીમાં ગરબાઓનું પણ અનેરૂ અને અનોખુ આકર્ષણ જમાવે છે. વર્ષોની પરંપરાથી ચાલતા આવતા અનેક ગરબી મંડળો જાણે કે નવરાત્રીમાં ચાચરચોક બની જાય છે. અને સાક્ષાત નવદુર્ગાની ઝાંખી કરાવે છે.

મોરબીના અનેક વિસ્તારોમાં વર્ષોથી પરંપરાગત રીતે ગરબી મંડળોમાાના  નવલા નોરતાના અનેરા ઉત્સાહ સાથે ધામધૂમથી શ્રધ્ધાના રાથવારે નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવ્યા છે.

મોરબી રાજાશાહીના સમયમાં યોજાતી મોચી ચોકની ગરબી કે જે ગરબી જોવા  રાજવી લખધીરજીબાપુ પધારતા તે ગરબી આજે પણ યોજાય છે. જ્યા બાળાઓ વિવિધ રાસે રમે છે.  તો આજે મોરબીના શકિતચોકની ગરબી અને તેના વિવિધતા સભર રાસ જોવા ત્યાં માનવ મહેરામણ ઉમટે છે. અહી બાળાઓ તલવાર રાસ, લાઠી રાસ, દિવડારાસ, અંધારનગારા, જેવા રાસ રમી માઇભકતો એવા જોનારાના પગને ત્યાં સ્થિર કરી દે છે. મંગલ ભૂવન, અયોધ્યાપુરી, પોલીસ લાઇન , વસંત પ્લોટ વાઘપરા, વજેપર, દરબારગઢ, પારેખશેરી, કંસારા શેરી, હનુમાન દેશી શેરી તેમજ સામાકાંઠા વિસ્તારમાં ગુ.હા. બોર્ડ સહિત અનેક જગ્યાએ શહેરમાં પ્રાચીન ગરબીઓના આયોજનો થાય છે. ગાંધીચોકમાં મેલડીના મંદિરે પણ રાસ રમવા સાથે માં ના ગુણગાન ગાતા માતાજીના વેશભુષા જોવા લોકો ઉમટે છે.

આજથી બે દાયકા પહેલા એક સમય હતો કે જે તે ગરબીના મંડળો પોતાની ગરબી ઉપરાંત  અન્ય ગરબીએ અન્ય ગરબી પણ રમવા જતા અને આવા મંડળોની લોકો આતુરતાપૂર્વક રાહ જોતા અને ગરબાઓ ના પુસ્તકો ની રચના કરનાર ખોડાભાઈ ચૌહાણનું ખોડીયાર મેલડીમંડળ ખૂબ  પ્રખ્યાત હતું અને તેની સાથે અનેક ચાંદીના મંડળથી સુશોભિત બંડીવાળા ખોડાભાઈ ને સાંભળવા માઇ ભકતો અધીરા બનતા તો બાબીનભાઈ રાવલની ગરબાની ગાયકી પણ માઇભકતો નાટક ખડા કરી દે તેવી તત્કાલીન ગરબાઓમાં મયુર પંખ ,નાગદમણ ,ઝંડા ઝુલણ ,કાનગોપી જેવા રાસ  પ્રખ્યાત હતા તેની જગ્યા આજે અઘોર નગારા ,લાઠી રાસ ,દીવડા રાસ જેવા રસોઈ લીધી છે તો તેમાં કંઈ ખોટું પણ નથી કારણ કે પરિવર્તન એ સમયની પારાશીશી છે તે સમયે જે રાસ જે ગરબા ઉપર બાલિકાઓ થી માંડી રાસે રમતા અને જે માના ગુણ ગાવા સાથે આનંદની અનુભૂતિ કરતાં તેવી અનુભૂતિ આજે પણ કરે છે અંતે તો માનવ દુર્ગા નવલા નોરતા છે માઈ ભકતોમાં ગુણગાન ગાવામાં પૂરો થઈ જાય છે તો આજના સમયે પણ કોઈ કોઈ શેરીઓમાં રાવળદેવ કોઈ માતાનામઢ એ  ડાક પર દાંડી દેવા આવી જાય છે અને મોડી રાત્રી સુધી મોરબી એક પ્રબે સમગ્ર પંથકમાં મય બની જાય છે અને ભાવિકો મોડી રાત્રી સુધીમાં ના ગરબા નિહાળી સાંભળી ધન્યતા અનુભવવા સાથે આનંદની અનુભૂતિ કરતા જોવા મળે છે. છેલ્લા થોડા વર્ષોથી પ્રાચીન ગરીબઓ સાથે અર્વાચીન રાસ પણ રાસોત્સવની રમઝટ બોલાવે છે. અને ખેલૈયાઓ મોડી રાત્રી સુધી રમતા થાકતા નથ પણ અદભુત આનંદની અનુભુતી કરતા જોવા મળે છે. આવા પાર્ટીપ્લોટમાં યોજાતા રાસોત્સવ જોવા પણ એક લ્હાવો બની રહે છે. અને તે પણ ખેલૈયાઓ સાથે જોનારાઓને પણ ઘેલુ લગાડે છે.  કારણકે છે તો નવલાનોરતાના જ રાસોત્સવને ?

આ વર્ષે મોરબીમાં ત્રણ ત્રણ જગ્યાએ પાર્ટી પ્લોટમાં અર્વાચીન રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. તો એક ફ્રી  સ્ટાઇલ રાસરબાનું પણ આયોજન કરાયુ છે. જે લોકપ્રિય છે.

મોરબીના અનેક સામાજીક, સેવાકિય, દેશભકિતની પ્રવૃતિઓથી જાણીતા બનેલા 'યંગ ઈન્ડિયન ગ્રુપ' દ્વારા તા. ૨૯ સપ્ટેમ્બર થી ૮ ઓકટોમ્બર સુધી મોરબી નજીક કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ક્રિષ્ના ગ્રાઉન્ડ ખાતે 'સંકલ્પ' નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. છેલ્લા ૧૦ વર્ષથી થતુ આ આયોજન ખેલૈયાઓને ખુબ પ્રિય આયોજન છેે.  જ્યાં તમામ સમાજના લોકો એક સાથે પારિવારીક  માહોલમાં કોઇપણ જાતના ભેદભાવ વગર મનભરી નવરાત્રી ઉત્સવ માણી શકે છે. મનગમતા અને સુરક્ષિત વાતાવરણમાં યોજાતા રાસોત્સવમાં ખેલૈયાઓ મોડીરાત્રી સુધી થનગનાટ કરતા જોવા મળતા હોય છે.સંકલ્પના  આયોજક દેવેનભાઇ રબારી દ્વારા માન- સન્માન અને ગરિમાની ભાવના સાથે આ રાસોત્સવમાં કોઇપણ

'સંકલ્પ' ના આયોજક દેવેનભાઇ રબારી દ્વારા માન-સન્માન અને ગરિમાની ભાવના સાથે આ રાસોત્સવમાં કોઇપણ ઉમરની બહેનો માટે તદન નિઃશુલ્ક એન્ટ્રીની જાહેરાત કરી હતી અને તા. રપ થી ર૭ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવનાર બહેનોને તદન ફ્રી રમાડવાની સુવિધા ઉભી કરી છે. જેમાં બહેનો પ્રાચીન-અર્વાચીન રાસોત્સવની સાથે પ્રાચીન ઢબે માતાજીની આરાધના કરવાની પરંપરા સાથે દેશભકિતનો માહોલ ઉભો કરશે.

'સંકલ્પ' નવરાત્રી મહોત્સવ દેશભકિતને ઉજાગર કરવાથી શરૂ થઇ સમાપનમાં પણ તમામ ખેલૈયાઓને દેશભકિતના રંગે રંગવાનું ભુલતું નથી. અહીં શિવાજીનું હાલરડુ ગવાય, તો 'મા તુજે સલામ' ગવાય, અહીં નરસિંહ મહેતા અને મીરાબાઇના પદને પણ મનગમતુ રૂપ આપી રજૂ કરાય છે. અને રાસ-ગરબા, ડાકલા પર અવનવા રાસના સ્ટેપ, રમવાની ખેલૈયાઓને મોજ પડી જાય છે. નવલા નોરતા ના નવ દિવસ પુરા થવા છતાં ખેલૈયાઓ દર વર્ષે બે દિવસ વધારવાનો હઠાગ્રહ કરે છે. અને એવું લાગે કે આ કોઇ યંગ ઇન્ડીયા ગ્રુપ એ ગ્રુપ નથી પરંતુ મોરબીમાં તમામ ક્ષેત્રે લોકોપયોગી કાર્યો કરી એક પરિવાર બની ગયાનું ઘણા ખેલૈયાઓ જણાવતા હોય છે. અહીં વિકાસ વિદ્યાલયની બાળાઓ વૃધ્ધાશ્રમના વડીલોને આદરભેર આમંત્રણ આપી રમવા બોલાવાય છે. 'સંકલ્પ' નવરાત્રી મહોત્સવનું આયોજન કરનાર યંગ ઇન્ડીયા ગ્રુપ આજે માત્ર યંગ જ નહીં તમામ વયસ્કોમાં આદરપાત્ર બન્યું છે.

પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવનો સુંદર સમન્વય એટલે શહેરમાં એકમાત્ર નિઃશુલ્ક આયોજન અને તે મા ગરબી મંડળ, છેલ્લા ર૦-ર૦ વર્ષથી મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉના ટાઉનશીપના મેઇનગેઇટ સામે, જન કલ્યાણ સોસાયટી ખાતે આવેલા સાંઇબાગના વિશાળ મેદાનમાં અગ્રણી અને મોરબી નગરપાલિકાના સદસ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ એકદમ સુરક્ષિત અને મનોરમ્ય વાતાવરણમાં આ આયોજન કરવામાં આવે છે. જયાં બાળાઓ, યુવતીઓ તદન ફ્રી સ્ટાઇલમાં રાસ-ગરબાની રમઝટ બોલાવે છે. અને તેને જોવા માનવ મહેરામણ ઉમટે છે. અને આ આયોજન તમામ ખેલૈયાઓ માટે તદન ફ્રી હોય છે. સંગીતપ્રેમી હોવા સાથે સારા ગાયક એવા જયરાજસિંહ જાડેજા દ્વારા મા ગરબી મંડળમાં આઠમના દિવસે મહિલાઓ દ્વારા અદ્ભુત તલવાર રાસ રજુ કરવામાં આવશે જે ભુચુરમોરીના તલવાર રાસની ઝાંખી કરાવશેનું જણાવાયું છે. આ ઉપરાંત અર્વાચીન રાસોત્સવમાં પાટીદાર નવરાત્રી મહોત્સ્વમાં નવ-નવ દિવસ લોકપ્રિય ગાયક કિર્તીદાન ગઢવી, ખેલૈયાઓને મનભરી રાસ રમાડશે. તેમજ તા. ૪ ના રોજ ઇન્ડીયન આઇડલના ર૦૧૮ ના જીવન સલમાન અલી તેમજ તા. ૭ નાં રોજ રનર્સ અપ નિતિનકુમાર લોકોને ડોલાવશે. તેમજ શ્રી ઉમીયા નવરાત્રી મહોત્સવનું પણ ભવ્ય આયોજન કેનાલ રોડ પર કરવામાં આવ્યું છે

(1:07 pm IST)