Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

જામનગરમાં આર્શીવાદ કલબ રિસોર્ટમાં આદ્યશકિત નવરાત્રી

નામાંકિત કલાકારોની સાથે ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવશે

તસ્વીરમાં આર્શીવાદ કલબ રિસોર્ટમાં નવરાત્રીની તૈયારી થઇ છે જે નજરે પડે છે.(તસ્વીરઃ કિંજલ કારસરીયા. જામનગર)

જામનગર, તા.૨૭: વાય.પી.સી.ઈવેન્ટ ઓરગેનાઈઝેશન પ્રા.લી. દ્વારા જામનગર શહેરના આંગણે આશીર્વાદ કલબ રીસોર્ટમાં આદ્યશકિત નવરાત્રીનુ આયોજન કરવામાં આવ્યું છે,જેમા ગુજરાતના ખ્યાતનામ એન્કરો,બીમલ ઓઝા, હિરજી મેકસ, પ્રણવ દિક્ષિત દ્વારા સમગ્ર કાર્યક્રમનું એન્કરીગ કરવામાં  આવશ ેત્યારબાદ ગુજરાતનાં નામાંકિત કલાકાર રસ્મીતા રબારી, કચ્છના વિશાલ ગઢવી, ડેવિન, ઓડેદરા,કશ્યપ દવે જામનગરના ખૈલયાઓની સાથે રાસ ગરબાઓની રમઝટ બોલાવશે,

જામનગરના સૌથી મોટો ફેસ્ટિવલ આદ્યશકિત નવરાત્રી ૨૦૧૯ નું જયારે કાઉન્ટ ડાઉન શરૂ થયું છે ત્યારે આગામી.તારીખ,૨૯ સપ્ટેમ્બરથી ૮ ઓકટોબર નવરાત્રી/દશેરા સુધી સાંજ થતા જ સૂરતાલના સથવારે આશીર્વાદ કલબ રિસોર્ટના લોનવારા ગ્રાઉન્ડમા આદ્યશકિતમાં રમવા નગરના ખેલૈયાઓ આતુર બન્યા છે.જયારે વિશેષતાની ખાસ વાત કરીએ તો અધતન આકર્ષક મેઈન સ્ટેજ,તેમજ સ્ટેજની ઉપર એલીડી સ્ક્રીન રાખવામાં આવી છે,જયારે સ્ટેજની.બન્ને.બાજુ વીઆઈપી તેમજ વીવીઆઈપી,લોકોને બેસવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે,જયારે ગ્રાઉન્ડની મધ્યમાં ખૈલયાઓ માટેનું સુરક્ષિત એરેના,તેમજ એરેનાની બન્ને બાજુ એટલે કે, સીલ્વર,વિભાગ,અને ગોલ્ડન વિભાગ તૈયાર કરવામાં,આવ્યો,છે,જયારે આ બન્ને વિભાગના લોકોને રમવા માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે,તેમજ પ્રેસ મીડિયા માટે પણ અલગ વ્યવસ્થા કરાય છે

જયારે ગ્રાઉન્ડમા,ફુડ ઝોન સ્મોકિંગ ઝોનની વ્યવસ્થા કરાય છે,તેમજ કાર અને સ્કુટર માટે વિશાળ પાર્કિંગ વ્યવસ્થા કરાય.છે,તેમજ જયારે આદ્યશકિતમાં રમવા નીહાળવા,સીઝન પાસ ટીકીટ મેળવવા ઈન્ટરનેશનલ કંપની બુક માય શો ઈવેન્ટ સાથે જોડાયેલી છે,એટલે.આપના પાસ મેળવવા કોઈ તકલીફ નહીં ભોગવવી પડે,ઓનલાઈન પણ મળી શકે,એવી વ્યવસ્થા કરવામાં આવી છે,તેમજ સ્થળ પર બુક માય શો દ્વારા પાસ મેળવવા અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા છે,જયારે સુરક્ષા માટે કડક સીકયુરિટી,બાઉન્સરો દ્વારા ચૌતરફ નજર રાખવામાં આવશે,જયારે સૌરાષ્ટ્રના વિશાળ ગરબા ફેસ્ટિવલ આદ્યશકિત નવરાત્રીની તમામ તૈયારીઓને વાય,પી,સી,ઈવેન્ટ ઓરગેનાઈઝેશન પ્રા.લી.ડાયરેકટર આહીર સંજય ચેતરીયા આ યોજાનારા મેગા ફેસ્ટિવલને મજબુતાઈથી આખરીઓપ આપી રહ્યા છે. જયારે શહેરના ખોડીયાર કોલોની રિલાયન્સ પંપ.પાસે હોટલ જશપેલેસ પાસે,બુક માય શો ના સ્ટોલ પર ખેલૈયા પાસ લેવા પણ યુવાધનમાં સારો પ્રતિસાદ રૂપ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે.દેશ ભરમા સારી લોકચાહના મેળવી ચુકેલા ડી.જે.હેમ્સ પણ આ ઈવેન્ટમાં પોતાની કળા પ્રદાન કરશે,તેમજ અમદાવાદના પ્રખ્યાત બબલુ પાંસરની ઓરકેસ્ટ્રાને સંગ સૂર-તાલ અને સ્વરના સંગમમાં થીરકવા ખેલૈયાઓ આતુર બન્યા છે. જયારે શહેરના જાણીતા ડાંડીયા કીંગ પણ ગ્રુપના સથવારે આ ટોપ એફેમ આદ્યશકિતમાં મન મુકીને ગરબાની ૨મઝટમાં વિશાળ સંખ્યામાં ખેલૈયાઓ ભાગ લેનાર છે. જયારે મહોત્સવમા સહભાગી.બનવા શહેરનાં રાજકીય, સામાજીક, શૈક્ષણિક અને ઉદ્યોગજગતના અગ્રણીઓ તેમજ સ્પોન્સરો,મીડિયા પાર્ટનરો આ કાર્યક્રમમાં હાજર રહેનાર છે.

(1:07 pm IST)