Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ખંભાળીયા નજીકના વિસ્તારોમાં ૪થી ૫ ઇંચ વરસાદ

દેવભુમી દ્વારકા જીલ્લામાં ગુંદા ગામ પાસે પુલ ઉપર ગાબડુઃ મોટી દુર્ઘટના ટળી

ખંભાળીયા તા. ર૭ : ભાણવડ, દ્વારકા તથા કલ્યાણપુર તાલુકામાં મળીને સમગ્ર દેવભુમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે વરસાદનો સામુહિક રાઉન્ડ આવતા અડધાથી બે ઇંચ ઉપરાંત વરસાદ પડયો છે.

શહેરમાં કાલે ર ઇંચ વરસાદ પડયો હતો જયારે ખંભાળિયાની નજીકના હર્ષદપુર, હાપીવાડી, નવીવાડી, હરિપુર વિ. વિસ્તારો પીપળીયા વાડી વિસ્તાર એરોડ્રામ વાડી વિસ્તારમાં ચારથી પાંચ ઇંચ જેટલો ભારે વરસાદ બે કલાકમાં પડતા તમામ નદી નાળા છલકાઇ ગયા હતા તથા વાડીઓમાંથી ઘેર આવવામાં પણ ખેડુતો કલાકો સુધી સફાઇ ગયા હતા હર્ષદપુરના અગ્રણી હરિભાઇ વાલજી નકુમે જણાવેલ કે આટલો ભારે વરસાદ ભાગ્યેજ જોવા મળ્યો છે.હરિપર પાસેના તમામ તળાવો છલકાઇ ગયા હતા તો હર્ષદપરના અનેક વિસ્તારોમાં હજુ સુધી પાણી ભરાયેલા છે. ફાટક પાસ ેજામનગર રોડ પરની સોસાયટીના  રસ્તે ફુટ ફુટ પાણી ભરાયા હતા.

શહેર તથા ર૪ ગામોને પીવાનું પાણી પુરૂ પાડતો ધી ડેમ જે વાટક્ષી ઉપરાંતની સપાટીએ પહોંચેલો જેમાં ગઇકાલે ૩પ મી.મી. વરસાદ પડતા ડેમમાં પાણીની આવક વધતા માંડી છે. જે સપાટી ૧૩ ફુટ થવા સભવ છે. હજુ ધીમી આવક ચાલુ છે.

દેવભુમિ તથા સમગ્ર ગુજરાતમાં આટલો વરસાદ છતા ડેમ ઓવરફલોના થયો હોય તેનો પણ રેકોર્ડ છે અગાઉના વર્ષોમાં ૩૦/૩ર ઇંચ વરસાદ ઘીડેમ છલકાવાના દાખલા છે ત્યારે આ વખતે ૪૪ ઇંચ છતા હજુ ડેમ ઓવરફલો બાકી છે.

બે દિવસ પડેલા ભાણવડની નદી પાસે રખડતો ચરતો એક મોટી ઉંમરનો બળદ નદીમાં પડી ગયેલો વૃદ્ધ બળદ વજનદાર હોય અનેતે નીકળીના શકે તેમ હોય આ બળદ ફલકુ નદીમાં ગોદળશા પીરની દરગાહ પાસે પડી ગયાનું દરગાહના હુસેનબાપુને ધ્યાને આવતા તેમણે તુરંત એનિમલ લવર્સ ગ્રુપને જાણ કરતા અશોકભાઇ ભટ્ટ, જુવાનસિંહ, ભારતભાઇ ઓડેદરા, વિજય ગોસ્વામી, અનીલ વડગામ વિ.એ તુરત ત્યાં દોડી ગયા હતા તથા બળદ વજનદાર હોય જેસીબીની મદદથી દોરડુ બાંધીને બળદને સફળ રીતે બહાર કાઢીને તેને પ્રાથમીક સારવાર કરીને ઘાસચારો નાખ્યો હતો.

ભાણવડ રોડ રપ સ્ટેટ હાઇવેના સીડી નં.રપ/રના ૬ મીટરના આઠ ગાળાનોમાઇનોર બ્રીજ જે નદી પર આવેલો તેમાં પુલ ઉપર ખાડો પડેલો હોય તથા લોખંડ બહર નીકળી ગયુંહોય તથા નીચે પણ ગાબડા હોય પી.ડબલ્યુ.ડી. દ્વારા તાકીદની અસરથી આ પુલનો રસ્તો બંધ કરી દઇને ખંભાળિયા ભણખોખળ પંડારિયા ચોખંડા માટેઝટ સઇ દેવળિયા, ફતેપુરનો વૈકલ્પીક રસ્તો શરૂ કરાયો હતો.

ખંભાળીયા પી.ડબલ્યુ.ડી.ના અધિકારી અમિતભાઇ સોલંકી, સહિતના અધિકારીઓ પ્રવાસન કાર્યના સંઘધર્મમાં શનિદેવ હાથલાના ગામે ગયા હતા જયાંથી પરત આવતા તેમને આ પુલ પર સળિયા બહાર નીકળેલા દેખાતા તેમણે નીચે ઉતરીને તપાસ કરતા પુલમાં નીચે ગાબડા હોય તાકીદે રસ્તો બંધ કરીને ડ્રાયવરઝનનો વિકલ્પ બનાવવાનું યુદ્ધના ધોરણે ચાલુ કર્યું છે જે નીચે નદી હોય પાણીના પાઇપો નાખીને વ્યવસ્થિત ડ્રાયવરઝન બનાવીને પુલનું સમારકામ હાથ ધરવામાંં આવશે ભાણવડ રોડ પરથી તોતીંગ ખનીજ ટ્રોક નીકળતા હોય મોટી દુર્ઘટના થાત જો પુલ તુટી ગયો હતો તો !!

(1:06 pm IST)