Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

અમરેલીમાં ચોરીના વાહન સામે બે શખ્સો ઝડપાયા

 અમરેલી, તા. ર૭ :  પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય દ્વારા અમરેલી જિલ્લામાં બનતાં મિલકત સબંધી ગુન્હાઓના ભેદ ઉકેલી અને ચોરાયેલ મિલ્કત મુળ માલિકને પરત મળી જાય અને આવા ચોરીઓ કરતાંઙ્ગઆરોપીઓને સત્વરે પકડી જેલ હવાલે કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી એસ..જી.ના પો.સબ.ઇન્સ. આર.કે.કરમટા તથા એસ..જી. ટીમ અમરેલી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતાં તે દરમ્યાન ગાવડકા ચોકડી પાસેથી ગેંગ કેસના ગુનાના કામે નાસતા-ફરતા બે આરોપીઓને ચોરીના મોટર સાયકલ સાથે ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપીઓ દિનેશભાઇ ભગાભાઇ માધડ, ઉં.. ૩૬, રહે. હાલરીયા, તા.બગસરા, જી.અમરેલી, ભુપતભાઇ જગુભાઇ વાળા, ઉં.. ૩૫, રહે.ભરડ, તા.ધારી, જી.અમરેલી.

એક લાલ કલરનું હોન્ડા કંપનીનું X-BLADE મોટર સાયકલ, જી.જે.૧૪..કયુ.૫૦૮૪ નું જે આરોપી નં-૧ નાએ આશરે ત્રણેકઙ્ગ દિવસ પહેલા હાલરીયા ગામના બસ સ્ટેન્ડમાંથી ચોરી કરેલ હતું, તેની કિં.રૂ.૭૦,૦૦૦/- નું ગણી તપાસ અર્થે કબ્જે લીધેલ છે

બંને આરોપીઓ રીઢા ગુન્હેગારો છે અને તેમના વિરૂધ્ધ બગસરા પો.સ્ટે ફ.ગુ..નં.૫૫/૨૦૧૯, .પી.કો. કલમ ૪૦૧, ૧૨૦(બી) ૩૪ મુજબનો ગેંગ કેસ રજી. થયેલ છે જે ગુન્હાના કામે પકડાયેલ બંને આરોપીઓ પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હતાં. આરોપી દિનેશ ભગા માધડ, વિરૂધ્ધ બગસરા પો.સ્ટે. .ગુ..નં. ૦૪/૨૦૧૮, .પી.કો. કલમ ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(), ૧૧૪, જી.પી.એકટ કલમ ૧૩૫ બગસરા પો.સ્ટે. .ગુ..નં. ૨૧/૨૦૧૮, .પી.કો. કલમ ૩૯૨, ૫૦૪, ૧૧૪, જી.પી.એકટ કલમ ૧૩૫  આરોપી ભુપત જગુભાઇ વાળા વિરૂધ્ધ બગસરા પોલીસ સ્ટેશન ફ.ગુ..નં.૨૦/૨૦૧૮, .પી.કો. કલમ ૩૯૪, ૩૯૭, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫  બગસરા પો.સ્ટે. .ગુ..નં. ૨૧/૨૦૧૮, .પી.કો. કલમ ૩૯૨, ૫૦૪, ૧૧૪, જી.પી.એકટ કલમ ૧૩૫ મોટર સાયકલ સાથે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

(1:06 pm IST)