Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ભુજના જુના એસટી બસ સ્ટેશન પાસે દબાણ હટાવ કામગીરીને પગલે ધમધમાટ

(ભુજ) ભુજના જુના એસટી બસ સ્ટેશન પાસે જિલ્લા ટ્રાફિક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલ દબાણ હટાવ ઝુંબેશને પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સવારે ૧૧ વાગ્યે સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે દબાણકારોને સૂચના અપાતાં સૌએ પહેલા પોતપોતાની રીતે લારી ગલ્લા, રેંકડી અને દુકાનોની બહાર નાખેલા છાપરા સહિતના દબાણો હટાવવાનું શરૂ કર્યું હતું. જુના એસટી બસ સ્ટેશનને ફરતો દબાણકારોના ભીડો દિન પ્રતિદિન વધી રહ્યો હોઇ આ સંબધિત વ્યાપક લોક ફરિયાદો હતી.

(1:06 pm IST)