Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

જુનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી યોજાઇ : આગામી કાર્યક્રમોની ચર્ચા

જુનાગઢ : જિલ્લા કોંગ્રેસ સમિતીની જિલ્લા કક્ષાની કારોબારી જીલ્લા કારોબારી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોંકીયાના અધ્યક્ષ સ્થાને કેશોદ મુકામે બંસીધર મીલના પ્રાંગણમાં મળેલ. આ કારોબારીમાં વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા, માંગરોળ માળીયાના ધારાસભ્ય બાબુભાઇ વાજા, જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષી, ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઇ વસોયા, વગેરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના મહામંત્રી દિનેશભાઇ મકવાણા સહિતના કેશોદ તાલુકા અને શહેર સહિત જીલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો આ કારોબારીની બેઠકમાં ઉપસ્થિત રહયા હતા તેમ સહ કાર્યાલય મંત્રી, જીલ્લા કોંગ્રેસ સમિતીની યાદીમાં જણાવાયું હતું.

(1:03 pm IST)