Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

જુનાગઢ જિલ્લામાં સરેરાશ ૧૩૨.૩૭ ટકા વરસાદઃ હવે લીલા દુષ્કાળની શકયતા

સૌથી વધુ વિસાવદર પંથકમાં ૧૮૧.૯૫ ટકા વર્ષા

જુનાગઢ તા.૨૭: આ વર્ષે ભાદરવાના અંત ભાગમાં પણ મેઘ મહેન ચાલુ રહેતા જુનાગઢ જિલ્લામાં સરેરાશ વરસાદ વધીને ૧૩૨.૩૭ ટકા થયો છે. હવે લીલા દુષ્કાળની શકયતા વધી ગઇ છે.

છેલ્લા એક સપ્તાહથી સોરઠના મોટાભાગના વિસ્તારોમાં બપોર બાદ મેઘ મહેર થઇ રહી છે સામાન્ય રીતે ભાદરવામાં વરસાદ હોતો નથી પણ ચાલુ વર્ષે ભાદરવામાં પણ મેઘરાજાએ વરસવાનું ચાલુ રાખ્યુ છે.

છેલ્લા ૨૪ કલાક દરમ્યાન જુનાગઢ જિલ્લામાં કુલ ૨૨૪ મીમી એટલે કે, ૯ ઇંચ વરસાદ નોંધાયો હતો જે સાથે મોસમનો કુલ વરસાદ વધીને ૧૧,૬૯૨ મીમી થયો છે.

આમ સોરઠમાં આજ સુધી કુલ ૪૬૮ ઇંચ નોધાય ચુકયો છે સોરઠનો કુલ સરેરાશ વરસાદનો આંક વધીને ૧૩૨.૩૭ ટકાએ પહોંચ્યો છે જેમાં સૌથી વધુ સરેરાશ વરસાદ ૧૮૧.૯૫ ટકા (૧૮૪૫ મીમી) વિસાવદર તાલુકાનો છે.

કેશોદ તાલુકામાં સરેરાશ વરસાદ ૧૨૬.૧૯ (૧૦૭૦મીમી), જુનાગઢ ૧૨૨ ટકા (૧૧૪૮ મીમી), ભેસાણ-૧૫૪.૧૫ ટકા (૧૦૨૨ મીમી), મેદરડા-૩૩-૪૪ ટકા (૧૨૧૭ મીમી), માંગરોળ-૧૦૧.૧૬ ટકા (૮૭૧ મીમી), માણાવદર-૧૨૧.૩૯ ટકા (૯૫૯ મીમી), માળીયા હાટીના - ૧૧૨-૮૧ ટકા (૧૦૯૨ મીમી) અને વંથલી તાલુકામાં સરેરાશ વરસાદ ૧૪૮.૬૦ ટકા (૧૩૩૦ મીમી) નોંધાયો છે.

આમ જુનાગઢ જિલ્લામાં ભાદરવાના અંતમાં પડી રહેલા વરસાદને લઇ લીલા દુષ્કાળની સંભાવના બળવતર બની છે.

(1:03 pm IST)