Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

જૂનાગઢમાં પોષણ સપ્તાહ અંગે ટેલી કોન્ફરન્સ યોજાઇ

જૂનાગઢ : પોષણ માસ અંતર્ગત ે જૂનાગઢના ભેસાણ, માળીયા અને જૂનાગઢ તાલુકાના ૧૩૦ આંગણવાડી વર્કરને જૂનાગઢ જિલ્લા પંચાયત થી મોબાઈલ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં  પ્રત્યેક ગામે મહિલાઓને, કિશોરીઓ અને સગર્ભા બહેનોને જોડીને પોષણ માસ અંતર્ગત કોઈપણ બાળક અને માતા કુપોષિત ન રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી  પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ, આઈસીડીએસ શાખા અને રિલાયન્સ ફાઉન્ડેશનના સૌજન્યથી પોષણ માસ અન્વય ટેલીફોન કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ૧૩૦ આંગણવાડી બહેનોના  પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા.

પ્રોગ્રામ ઓફીસરશ્રી શારદાબેન દેસાઈએ જણાવ્યું હતું કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની મદદથી ઓફિસમાં બેસીને એક સાથે બે હજારથી વધુ મહિલાઓને માર્ગદર્શન આપવા નો ઉમદા કાર્યક્રમ છે. આ કાર્યક્રમ બદલ તેમણે રિલાયન્સ ફાઉન્ડેશનનો આભાર પણ વ્યકત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા આઇસીડીએસના સમગ્ર સ્ટાફ, આરોગ્ય વિભાગના અધિકારી ડો. એચ.એચ. ભાયા, તેમજ રિલાયન્સ ફાઉન્ડેશન જિલ્લા સંયોજક હરેશભાઈ ગજેરા જોડાયા હતા.

(1:02 pm IST)