Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ વચ્ચે રાજકોટ યાર્ડમાં મગફળીના ભાવ ઘટયા : 6 હજાર ગુણીની આવક

રાજકોટમાં આજે મગફળીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલથી સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે મગફળીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજા દિવસે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની છ હજારથી 6500 ગુણી આવક થઈ છે. આજે મગફળીના ભાવમાં રૂપિયા 50નો ઘટાડો નોંધાયો. આજે મગફળીના ભાવ અગિયારો પચારથી બારસો ચાલીસની આસપાસ નોંધાયા છે.

(12:30 pm IST)