Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

જસદણ-ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમનઃ આલણસાગર તળાવની સપાટીમાં વધારો થશે

 જસદણ તા. ર૭: આજે વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું હતું ગઇકાલે વરસાદ પડયા બાદ આજે સવારે ૮-૩૦ કલાકથી મધ્યમ વરસાદ વરસવાનું શરૂ થયું છે. શહેરમાં મોસમનો કુલ વરસાદ ર૩ ઇંચ થયો છે.

આલણ સાગર તળાવમાં પણ ર૩ ફુટની જળરાશી આવી ગઇ છે આજે સવારે આ પંથકના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ હોવાનું જાણવા મળેલ છે જો કે ઉપરવાસના ગામડાંઓમાં વરસાદ હોવાથી આલણ સાગર તળાવની સપાટી વધી શકે છે.

(11:52 am IST)