Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

જસદણના બળધોઇ પાસે છકડો પલ્ટી ખાઇ જતા ધીરૂભાઇએ દમ તોડયો

નવદિવસ પહેલા પરિવાર સાથે લૌકીકના કામે જતી વખતે અકસ્માત સર્જાયો'તો

રાજકોટ તા. ર૭ : જસદણના બળધોઇ ગામ પાસે નવ દિવસ પહેલા છકડો રીક્ષા પલ્ટી ખાઇ જતા અકસ્માતમાં ઘવાયેલા યુવાનનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ જસદણના બળધોઇ ગામમાં રહેતા ધીરૂભાઇ જસમતભાઇ જોગરાજીયા (ઉ.૪પ) ગત તા.૧૯-૯ ના રોજ પરિવાર સાથે લૌકિકના કામે છડકો રીક્ષામાં બેસીને જતા હતા ત્યારે ગામ પાસે છકડો પલ્ટી ખાઇ જતા તમામને ઇજા થતા સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યારે એક મહિલાનું મોત નિપજયું હતું જયારે મેડીર્સ હોસ્પિટલમાં ગઇકાલે ધીરૂભાઇ જોગરાજીયાનુ સારવાર દરમ્યાન મોત નિપજયું હતું આ અંગે માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ ખાચરે કાગળો કરી જસદણ મોકલ્યા છે.

(11:52 am IST)