Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ઉના પોસ્કો-અપહરણ અને દુષ્કર્મમાં ફરાર આરોપી ઝડપાયોઃ ૨ દિવસના રિમાન્ડ

ઉના, તા. ૨૭ :. પોલીસે પોસ્કો-અપહરણ-દુષ્કર્મના ફરાર આરોપીને પકડી પાડી કોર્ટમાં રજુ કરતા ૨ દિવસના રિમાન્ડ મંજુર થયેલ છે.

ઉના તાલુકાના નાલીયા, માંડવી ગામે સમીરાનું અપહરણ કરી દુષ્કર્મ અને પોસ્કોના ગુન્હામાં નાસતો ફરતો આરોપી મહમદ ઈદ્રીસ ઈસાભાઈ ચાવડા (ઉ.વ.૩૦) વાળાને તપાસનીસ અધિકારી પોલીસ ઈન્સ્પેકટર સાકીરખાન બાબી તથા સ્ટાફે પણ પકડી પાડી ધરપકડ કરી ઉના કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કરતા ઉના કોર્ટે ૨ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

(11:48 am IST)