Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

વાંકાનેરમાં દોઢ ઇંચ વરસાદમાં રસ્તાઓ ધોવાયાઃ વિજળીના ઉપકરણો બળી ગયા

ગરબીનાં મંડપોનાં કપડા પલળી ચોકમાં પાણીના ખાડા ભરાઇ ગયા

 વાંકાનેર તા. ર૭: ગઇકાલે રાત્રે સવા દસથી અગીયાર, પોણી જ કલાકમાં દોઢ ઇંચ ભારે વરસાદ વાંકાનેર શહેરમાં વરસી ગયો હતો. જેના કારણે અનેક રસ્તાઓ ધોવાઇ ગયા હતા. ગરબીના મંડપોના શુસોભનોના કપડાઓ ધોવાઇ ગયા હતા. ઠેર ઠેર પાણીના ખાડાઓ ભરાઇ ગયા હતા. વિજળીના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં, ઘરોમાં વિજળીના ઉપકરણો, વાયરીંગ બળી ગયાની ઘટનાઓ પણ બની હતી.

 

વાંકાનેર પાસેના મચ્છુ-૧ ડેમ પર નવા વરસાદી નીરને કારણે ર૦ દોરા ઓવરફલો વહી રહ્યો છે.

આ લખાય છે ત્યારે મોડી સવારે પણ આભમાં છવાયેલા વાદળો અને ગરમીના ઉકળાટની અનુભૂતિએ વધુ વરસાદ હજુયે ખાબકે તેવી શકયતાઓ જોવા મળી રહી છે.

(11:47 am IST)