Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

વિસાવદર વી.ડી.પટેલ શૈક્ષણિક સંકુલમાં યોજાયુ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

જૂનાગઢ : જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-જૂનાગઢ, વી.ડી પટેલ શૈક્ષણિક સંસ્થા- વિસાવદર અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જૂનાગઢનાં સંયુકત ઉપક્રમે અને જી.સી.ઇ.આર.ટી ગાંધીનગરનાં માર્ગદર્શન તળે ગણિત વિજ્ઞાન પ્રદર્શન વિસાવદરનાં માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયુ હતુ. આ પ્રદર્શનમાં દેશનાં ખ્યાતનામ વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઇનાં જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી ઉપક્રમે ડો. વિક્રમ સારાભાઇનાં યોગદાનને યાદ કરી વિદ્યાર્થીઓએ વકતૃત્વ, નિબંધ લેખનસ્પર્ધામાં ભાગ લીધો હતો. આ તકે યોજાયેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શનને સર્વ વિદ્યાર્થિઓએ રસપુર્વક નિહાળી જ્ઞાનવર્ધન કર્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા ચેરમેન જે.કે.ઠેશીયાની રાહબરીમાં આચાર્ય પ્રફુલભાઇ વાડોદરીયા, કાર્યક્રમ કન્વીનર જયશ્રીબેન રંગોલીયા અને કેમ્પસ કો-ઓર્ડીનેટર અશોકભાઇ ડોબરીયાએ જહેમત ઉઠાવી હતી. આ તકે વિદ્યાર્થીઓને એન.સી.ઇ.આર.ટી. કયુઆર કોડની જાણકારી આપવામાં આવી હતી.

(11:46 am IST)