Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

જસદણના કોઠી શાળાની વિજ્ઞાન કૃતિની જીલ્લાકક્ષાએ પસંદગી

 જસદણ તા. ૨૭ : શ્રી કોઠી કુમાર પ્રા.શાળામાં ધો.૮માં અભ્યાસ કરતા ઝાપડીયા કલ્પેશ સુરેશભાઇ અને સાપરા મોહીત મુળજીભાઇએ શાળામાં બનાવેલ વિજ્ઞાનની કૃતિ તાલુકાકક્ષાના વિજ્ઞાન મેળામાં વિભાગ ૧માં પ્રથમ ક્રમ મેળવી જીલ્લાકક્ષાએ પસંદગી પામેલ છે. આ બાળકો એ તે સમયે યોજાયેલ ગણિત વિજ્ઞાન કવીઝમાં પ્રથમ ક્રમ મેળવી ગામ અને શાળાનું નામ રોશન કરેલ છે.

તેમની કૃતિ (હાઇડ્રોપોનીક કિચન ગાર્ડન) દ્વારા હાલમાં થતી મુશ્કેલીનું નિવારણ થાય છે. શહેરીકરણને કારણે દિવસેને દિવસે જમીન ઘટતી જાય છે ત્યારે આ બાળકોએ તેના વિકલ્પ માટે પાણીના બે ફુટના પાઇપમાં તેર થી પંદર છોડ શાકભાજીના વાવીને તેનુ નવુ સંશોધન કરેલ છે. આ કૃતિના નિર્માણમાં  તેમના માર્ગદર્શક શિક્ષક શ્રી પરમાર સૌરભભાઇ એચ.નું યોગદાન આપેલ છે. આ બાળકોને અને તેમજ તેમના શિક્ષક દ્વારા સાયન્સ માસ્ટર સ્ટ્રોક નામની યુટયુબ ચેનલમાં કૃતિની બનાવટ દર્શાવેલ છે.

(11:45 am IST)