Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

જસદણ કાપડ એશો.ના પ્રમુખ તરીકે સંજયભાઇ વિરોજાની નિમણુંક

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા.૨૬ : કાપડ એસોસિએશનની આજની જનરલ મીટીંગમાં નિર્ણય લેવાયો કે જસદણ શહેરના કાપડ એશો.માં છેલ્લા ૩ વર્ષથી કારોબારી માના રહી અન્યને પ્રાધાન્ય આપનાર દરેક વેપારીના પ્રશ્નોને વાચા આપનાર સૌને સાથે રાખનાર, એશો.ના માર્ગદર્શક તેવા જસદણના સરળ સ્વભાવી કર્મનિષ્ઠ સામાજીક કાર્યકર સંજયભાઇ વિરોજાને સર્વાનુમતે પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી.

ત્યારબાદ સંજયભાઇના માર્ગદર્શન મુજબ પ્રમુખ સ્થાનેથી જસદણના દરેક વિસ્તારને પ્રાધાન્ય આપી હોદ્દેદારોની નિમણુંક કરી કાપડ એશો.ની સાથે સંજયભાઇ વિરોજા, કડવા પાટીદાર સમાજ, માનવ સેવા સમિતિ, માનવતા ગ્રુપ, માનવ સેવા ચેરી. ટ્રસ્ટ જેવી ઘણી સંસ્થાના પ્રમુખની જવાબદારી પણ નિભાવે છે.

સંજયભાઇની નિમણુકને દરેક મેમ્બરે એક સુરે આવકારી તેમજ તેમની આરોગ્યલક્ષી મેડીકેર સાધન સહાયમાં એશો.ના સદસ્યો દ્વારા ૧૮૦૦૦ જેવી રકમ માનવ સેવા ચેરી. ટ્રસ્ટને અનુદાન આપ્યુ. મીટીંગમાં કુલદીપભાઇ ગઢવી, વલ્લભભાઇ ખાખરીયા, વિમલભાઇ ડાભી તેમજ પ્રમુખ સંજયભાઇ વિરોજાએ માર્ગદર્શન આપ્યુ.

(11:44 am IST)